અત્યારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, જેને લઇ સરકાર દ્વારા વિવિધ ગાઇટલાઇન બહાર પડવામાં આવી હતી,અને ગામડાઓ માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. ત્યારે હવે સરકાર દ્વારા લોકોને મદદ મળી રહે તે માટે નવી નવી યોજનાઓ અને નિર્ણયો કરવામાં આવી રહ્યા છે.
સરકાર શહેરની સાથે ગામડાઓમાં પણ વધારે ધ્યાન આપી રહી છે. ત્યારે આજે પોસ્ટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.પીપીએફ સાથે બીજી નાની બચત યોજનાઓની પહોંચ ગ્રામિણ વિસ્તારમાં સુધી જશે.
જેના લાગુ થવાથી નાની બચત યોજનાઓમાં રોકાણ કરવું ખુબ જ આસાન થશે. પોસ્ટ વિભાગે હવે દરેક નાની બચત યોજનાઓને વિસ્તૃત કરીને પોસ્ટ ઓફિસ કક્ષા સુધી કરી છે. તમને જણાવી દઈએ કે ગ્રામિણ વિસ્તારમાં 1 લાખ 31 હજાર 113 શાખા પોસ્ટ ઓફિસ કાર્યરત છે.
મળતી માહિતી મુજબ પત્ર, સ્પીડ પોસ્ટ, પાર્સલ, ઈલેક્ટ્રોનિક મની ઓર્ડર, ગ્રામીણ પોસ્ટ જીવન વિમાની સુવિધાઓ સિવાય આ શાખાઓ દ્વારા હવે પોસ્ટઓફિસ બચત ખાતું, રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ અને સુકન્યા સમૃદ્ધી એકાઉન્ટ યોજના પણ આપવામાં આવી રહી છે.
નવા આદેશ મૂજબ શાખા પોસ્ટ કચેરીઓને જાહેર ભવિષ્યનિધિ, માસિક આવક યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓની સુવિધા પણ પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે.
ગ્રામીણ લોકોને હવે તે જ પોસ્ટ ઓફિસ બચત બેંકની સુવિધા મળી શકશે, જેનો લાભ શહેરમાં રહેતા લોકો લઈ રહ્યા છે. તેઓ તેમની બચત ફક્ત તેમના ગામની પોસ્ટ ઓફિસ દ્વારા લોકપ્રિય યોજનાઓનો લાભ લઈ શકશે.
જાણવા મળી રહ્યુ છે કે નાના બચત યોજનાઓના વ્યાજના દરની દર ત્રણ મહિનામાં સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. જુલાઈ 1 થી 30 સપ્ટેમ્બર, 2020 સુધીની વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર અગાઉના ત્રિમાસિક ગાળાના સમાન છે.