એક બાજુ કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે.ત્યારે હવે લોકડાઉન બાદ આસામમાં પુરના કારણે ચાના પાકને સૌથી મોટું નુકસાન થયું છે. આ સાથે જ દેશવ્યાપી લોકડાઉનથી ચાના પાકને અસર થઈ છે. એક બાજુ લોકડાઉન અને બીજી બાજૂ વરસાદના કારણે ઘણુ નુક્સાન થયું છે.
લોકડાઉનમાં શ્રમિકોની ગેરહાજરીથી ઉત્પાદનને અસર થઈ છે. આ સિવાય આસામમાં પુરના કારણે કેટલા બગીચાઓ પાણીમાં ગરકાવ થયા છે.લોકડાઉન-પુરના કારણે ચાનાં ઉત્પાદનમાં 20 કરોડ કિલોની ઘટની શક્યતા સેવાઈ રહી છે. જેના કારણે ચાના ભાવ ઉંચકાઈ શકે તેવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ વરસાદ અને કોરોનાના લોકડાઉનની અસર હવે ચાના રસિકોને પણ થશે આ બંને સ્થિતિને કારણે ચાના પાકને એટલું નુકસાન થયું છે કે લગભગ 20 કરોડ કિલોગ્રામ પાકનો નાશ થઈ ગયો છે.
આને કારણે સ્થાનિક બજારમાં ચાના ભાવમાં કિલોદીઠ 100 રૂપિયા જેટલો વધારો થયો છે. મળતી માહિતી મુજબ કેટલીક જાણીતી કંપનીઓ હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને વાઘબકરીએ ચાના ભાવમાં 10-15 ટકાનો વધારો કર્યો છે.
લોકડાઉન અને વારસાદને કારણે પાકનું ઓછું ઉત્પાદન થવાથી હરાજીમાં ચાની કિંમતોમાં વધારો થયો છે. ITAએ કહ્યું કે, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં શ્રમિકોની અછતને કારણે લીલી ચાના પત્તાઓએ ઓછા તોડવામાં આવી રહ્યા છે. જેને કારણે ઉત્પાદન પ્રભાવિત થયુ છે. બે જીલ્લામાં સતત વરસાદથી બગીચાઓમાં ગ્રિડ બંધ થવાની સમસ્યા થઈ રહી છે. જેને કારણે પાક ઘટ્યો છે.