કોરોના વાયરસ કારણે ઘણા બધા નિયમો બદલાયા છે અને નવા નિયમ આયા પણ છે,જેમા પણ વાહન ચાલકો માટે પણ નવા નવા નિયમ આવી રહ્યા છે.કેન્દ્ર સરકારે રોડ સેફ્ટી માટેના ઘણાં નિયમોમાં ફેરફાર કર્યા છે, જ્યારે કેટલાક નિયમો બનાવ્યા પણ છે. ત્યારે હાલમાં જ મંત્રાલયની નવી ગાઈડલાઈન બાઈક ચાલકો માટે આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નવા નિયમમાં બાઈકની બંને સાઈડ ડ્રાઈવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ હશે. જેનો હેતુ પાછળ બેઠેલા લોકોની સેફ્ટી કરવું છે. અત્યાર સુધી મોટાભાગની બાઈકમાં આ સુવિધા નહોતી.
આ ઉપરાંત બાઈકની પાછળ બેસનારા લોકો માટે બંને તરફ પગ મૂકવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ સિવાય બાઈકના પાછળના ટાયરની ડાબી બાજુનો અડધો ભાગ સુરક્ષિત રીતે કવર કરવામાં આવશે, જેથી પાછળ બેસનારાના કપડાં પાછળના ટાયરમાં ફસાય નહીં.
આ સાથે જ મંત્રાલયે બાઈકમાં હળવા કન્ટેનર મૂકવાની માર્ગદર્શિકા પણ જારી કરી છે. આ કન્ટેનરની લંબાઈ 550 મીમી, પહોળાઈ 510 મીલી અને ઊંચાઈ 500 મીમીથી વધુ ન હોવી જોઈએ.
જો કન્ટેનરને પાછળની સીટની જગ્યાએ લગાવવામાં આવે છે તો માત્ર ડ્રાઈવરને મંજૂરી હશે. એટલે કે કોઈ બીજો વ્યક્તિ બાઈક પર બેસી શકશે નહીં, સરકાર સમયાંતરે આ નિયમોમાં બદલાવ કરતી રહેશે.
હાલમાં જ સરકારે ટાયરને લઈને પણ નવી ગાઈડલાઈન જારી કરી છે. જે હેઠળ મહત્તમ 3.5 ટન વજનના વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સૂચવવામાં આવી છે.આ સિસ્ટમમાં સેન્સર દ્વારા ડ્રાઇવરને વાહનના ટાયરમાં હવાની સ્થિતિ વિશે જાણકારી આપે છે. આ સાથે મંત્રાલયે ટાયર રિપેર કીટની પણ ભલામણ કરી છે.