ભારત સાથે અમેરિકામાં પણ કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે કોરોનાને કારણે અમેરિકાએ ઈમિગ્રેશનને લઈને અનેક નિર્ણયો લીધા છે. તેમજ તેણે અનેક વિદેશીઓને દેશમાંથી કાઢવાની તૈયારીઓ પણ કરી છે.
જાણવા મળી રહ્યું છે કે ઉલ્લેખીય છે કે એચ1બી વિઝાને લઈને પણ તેણે નિર્ણય લીધો છે અને તેણે આ વિઝા રદ્દ કરવાનો નિર્ણય અનેક ભારતીયો માટે ચિંતાનો વિષય બન્યો હતો. ત્યારે અમેરિકાએ વિદ્યાર્થીઓને વધુ એત ઝટકો આપ્યો છે. હવે અમેરિકાના ઇમિગ્રેશન-કસ્ટમ એન્ફોર્સમેન્ટનો નવો આદેશ કર્યો છે. જેમાં તેમણે નવા વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ આપવાની મનાઈ ફરમાવી છે.
નવા વિદ્યાર્થીઓને અમેરિકા આવવાની મંજૂરી નહી મળે.અમેરિકાના ઇમિગ્રેશન-કસ્ટમ એન્ફોર્સમેન્ટે નવો આદેશ કર્યો છે. જેમાં નવા વિદ્યાર્થીઓને હાલ અમેરિકામાં પ્રવેશ નહીં મળે. . 9 માર્ચે 2020 પછી એડમિશન લેનારને અમેરિકામાં પ્રવેશ નહીં આપવામાં આવે. અમેરિકામાં ઓનલાઇન કોર્સ શરૂ થયો હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે.
મળતી માહિતી મુજબ ઈમીગ્રેશન અને કસ્ટમ એનફોર્સમેન્ટનું કહેવું છે કે અમેરિકામાં સ્ટુડન્ટ વીઝા પર આ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે નહીં. આઈસીઈએ કહ્યું છે કે અમેરિકામાં ભણનારા વિદેશી વિદ્યાર્થીઓ જેમનો શાળાનો અભ્યાસ ફક્ત ઓનલાઈન થઈ રહ્યો છે તેમને દેશમાં પ્રવેશ માટે પ્રતિબંધિત ગણાવ્યા છે. આ સાથે જ તેઓએ અમેરિકા છોડીને જવું પડશે.
આપને જણાવી દઇએ કે કે અત્યારે 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પાસે અમેરિકાના સક્રિય વિદ્યાર્થી વિઝા છે. ઈસીઈના આધારે એફ 1ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પાઠ્યક્રમ કાર્યમાં સામેલ થાય છે જ્યારે એમ -1 વિદ્યાર્થીઓ વોકેશનલ કોર્સવર્ક કરે છે.