અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા રિલીઝ થઇ ગઇ છે,આ ફિલ્મની તેના ફેન્સ ઘણા લાબાં સમયથી રાહ જોઇ રહ્યા હતા.સુશાંતની ફિલ્મ ‘દિલ બેચારા’ ઓટીટી પ્લેટફોર્મ Disney+ Hotstar પર રિલીઝ થઈ ગઈ છે. સુશાંત માટે ફેન્સની ભાવનાઓને ધ્યાનમાં રાખતા આ ફિલ્મને ફ્રી કરી દેવામાં આવી છે. હવે બધા લોકો આ ફિલ્મને ફ્રીમાં જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે, સુશાંતની ફિલ્મને ઘણા સેલેબ્સે પણ પ્રમોટ કરી છે.
ફિલ્મને ડાયરેક્ટર છે મુકેશ છાબડા અને કો-સ્ટાર છે સંજના સાંઘી. ડાયરેક્ટર મુકેશ છાબડા અને સંજના ફિલ્મ સાથે જોડાયેલી યાદો સતત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ‘દિલ બેચારા’ વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘દ ફોલ્ટ ઈન આર સ્ટાર્સ’ ની રીમેક છે. ‘દ ફોલ્ટ ઈન આર સ્ટાર્સ’ ફિલ્મ જોન ગ્રીનના પુસ્તક પર આધારિત છે. ફિલ્મના ઘણા ગીત પહેલા જ રિલીઝ કરવામાં આવી ચૂક્યા છે. ફિલ્મના ટ્રેલરે રિલીઝની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો હતો.
દિલ બેચારા’ની કહાની શરૂ થાય છે કિજ્જી બાસુની અવાજથી શરૂ થાય છે. કિજ્જીના પાત્રમાં સંજના સાંઘી છે, જે ટર્મિનલ કેન્સર સામે ઝઝૂમી રહી છે. તેની લાઇફમાં એન્ટ્રી થાય છે. ઇમ્માનુઅલ રાજકુમાર જૂનિયર ઉર્ફ મૈની ની. જે ખૂબ ચૂલબુલો છે. ફિલ્મમાં સુશાંતની એન્ટ્રી એકદમ કૂલ અને મજેદાર અંદાજમાં થાય છે.
ત્યારબાદ કિજ્જીને પણ જાણે એક જીવવાનું કારણ મળી જાય છે. પરંતુ કિજ્જીનું એક અધુરૂ સપનું છે જે તેને પુરૂ કરવું છે. તેને તેના એક પ્રિય સંગીતકાર અને લેખક આફતાબ ખાનને મળવાનું છે, જેણે એક ગીત અધૂરું છોડી દીધું છે. પરંતુ તે લંડનમાં રહે છે.
અહીં મેની તેના આગ્રહથી કિજ્જીના પરિવારને મનાવે છે અને તેને લંડન લઈ જાય છે. પરંતુ અફસોસ કે આફતાબ વિશેનો કિજજીએ જેવું વિચાર્યું હતું તેનાથી વિરૂદ્ધ એકદમ બદદિમાગ નીકળે છે. અહીં સૈફની એક્ટિંગ જોરદાર છે.
બંને ઉદાસ પણ એકબીજાની વધુ નજીક છે અને ભારત પાછા આવે છે, પણ અહીંથી સ્ટોરીમાં એક વળાંક આવે છે. જ્યાં સુધી કિજજી ગંભીર હાલતમાં જોવા મળી રહી હતી, મેનીની તબિયત વધુ ખરાબ થઇ જાય છે. આ સમયના દરેક દ્રશ્ય એકદમ ઇમોશનલ થઇ જાય છે.
સ્ટોરી આગળ વધે છે અને તે વધુ દુ:ખદ બને છે. જ્યારે એક રાતે અચાનક મસ્તી કરતા કરતા મેનીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ જાય છે. આ સીન કોઇ પથ્થર દિલના માણસને પણ રડાવી શકે છે. કિજ્જી, મેનીને હોસ્પિટલ લઇ જાય છે પરંતુ દરેકને એક અનહોનીનો ડર લાગે છે.
સોશિયલ મીડિયા પર ફેન્સનું કહેવુ છે કે, આજે દરેક વ્યક્તિની આંખોમાં આંસુ આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, કાશ સુશાંત આ પ્રેમને જોવા માટે આપણા બધા વચ્ચે હોત. આ પોસ્ટ શેર કરતાં ફિલ્મના નિર્દેશક મુકેશે લખ્યું કે, ‘અમે તેને તમારા બધા માટે વધુ વિશેષ બનાવવા માંગીએ છીએ, તેથી આ તારીખ અને સમયનો લોક કરી દો. ચાલો તે બધા સાથે મળીને જોઈએ. એક જ સમયે, વિવિધ સ્થળેથી, એક પ્રેક્ષક બનીને. આ સુશાંત માટે છે.