કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કર્યા પછી મોંઘવારી વધી રહી છે,પેટ્રોલ,ડીઝલ બાદ હવે શાકભાજીઓની સાથે-સાથે દરરોજના સામાનની કિંમતો પણ વધી શકે છે.ટ્રક પરિચાલકોના એક યૂનિયને કહ્યુ છે કે, જો ઈંધણની કિંમત દરરોજના આધાર પર વધતી રહી તો, ભાડામાં 20 ટકાનો વધારો કરવો પડી શકે છે. યૂનિયને ડીઝલની કિંમતોમી દર મહિને એટલે કે, ત્રિમાસિક સમીક્ષા કરવાની માગ કરી છે.
ફ્રુટ, શાકભાજી, એફએમસીજી વસ્તુઓ હોઈ શકે છે મોંઘી. કારણ કે, ભાડા વધવાને કારણે ફ્રુટ, શાકભાજીની કિંમતોમાં ઉછાળો આવવુ નક્કી છે. આ તરફ એફએમસીજી વસ્તુઓની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. ડીઝલની કિંમતોમાં વધારો થવાને કારણે ભાડામાં પણ વધારો થવાની અસર એક સાથે સમગ્ર દેશ પર જોવા મળશે.
તેનાથી એફએમસીજી કંપનીઓ પર દબાણ વધશે અને તેની કિંમતોમાં વધારો કરવા માટે મજબૂર થઈ જશે. ફ્રુટ અને શાકભાજીની કિંમતોમાં વધારો બીજી વસ્તુઓની સરખામણીમાં વધારે હોય છે. અલગ-અલગ ખેડૂતોની પાસે ઓછી માત્રામાં ફ્રુટ-શાકભાજી હોય છે.
તેમને પોતાનું ઉત્પાદન બજાર સુધી પહોંચાડવામાં મોટી કંપનીઓની સરખામણીમાં વધારે ખર્ચ કરવો પડે છે. ફ્રુટના મામલામાં પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે. ફ્રુટને અલગ-અલગ રાજ્યોમાંથી પહેલા દિલ્હી લાવવામાં આવે છે. ત્યારબાદ તેને સમગ્ર દેશમાં વિતરણ કરવામાં આવે છે. તેવામાં ભાડુ વધાવાને કારણે ફળોની કિંમતોમાં વધારે વૃદ્ધિ આવી શકે છે.
દિલ્હીમાં કેટલાક દિવસ પહેલા ટમેટા 10 થી 15 રૂપિયા કિલો વેંચાઈ રહ્યા હતા. ત્યારે હવે 80 થી 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. એટલુ જ નહી અન્ય લીલા શાકભાજી અને બટેટાએ પણ તેની પાછળ-પાછળ ચાલવાનુ શરૂ કરી દીધુ છે.