કોરોના વાયરસનો કહેર ચારો તરફ છે, અને કોરોનાને કારણે જે લોકડાઉન લગાવવામાં આવ્યું હતુ જેમા હવે ઘણી છૂટછાટ આપવામાં આવી છે,પરંતુ હજી પણ સિનેમા હોલ બંધ છે અને તેના કારણે ફિલ્મો ઓટીટી પર રિલીઝ કરવામાં આવી રહી છે.
જોકે હવે ફિલ્મોના શોખીનોને ખાસ રાહ જોવી પડશે નહીં કેમ કે આ મહિનાના અંતમાં ઘણી બધી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પરથી રિલીઝ થઈ રહી છે. આવામાં ફિલ્મ રસિકોને ઘરે બેઠા ઘણી ફિલ્મો જોવા મળી શકે તેમ છે. આવો એક નજર કરીએ આ ફિલ્મો પર
આ ફિલ્મ સૌપ્રથમ નિહાળવા મળશે. સુશાંતસિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ છે. સંજના સાંધી સાથેની આ ફિલ્મ 24મી જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પરથી રિલીઝ થનારી છે. આ ફિલ્મને લઈને સુશાંતના ફેન્સમાં રોમાંચ છે.
ગુલાબો સિતાબો બાદ એમેઝોન પ્રાઇમ પરથી જો કોઈ મોટી ફિલ્મ રિલીઝ થનારી હોય તો તે છે શકુંતલા દેવી. વિદ્યા બાલનની આ ફિલ્મ 31મીએ રિલીઝ થશે જે એક બાયોપિક છે. ફિલ્મની વાર્તા માનવ કમ્પ્યુટર ગણાતા શકુંતલા દેવીના જીવન પર આધારિત છે.
નવાઝુદ્દીન સિદ્દિકી, રાધિકા આપ્ટે, શ્વેતા ત્રિપાઠી, તિગમાંશુ ધુલિયા અને શિવાની રઘુવંશી અભિનિત આ ફિલ્મ પણ 31મીએ રિલીઝ કરાશે જે નેટ ફ્લિક્સ પર દેખાશે. આ એક હત્યા અને ત્યાર બાદ રહસ્ય, ગુંચવણની ફિલ્મ છે. નવાઝ તેમાં જટિલ યાદવનો રોલ કરી રહ્યો છે.
ડિઝની પ્લસ હોટસ્ટાર પર 31મીએ રિલીઝ થનારી લૂટકેસમાં કૃણાલ ખેમુ મેઇન રોલમાં છે. આ એક એવા માનવીની વાત છે જેના જીવનમાં શાંતિ જ નથી. અચાનક તેને રૂપિયાથી ભરેલી સૂટકેસ મળી જાય છે.