વિશ્વભરના શેર બજારોમાં ઘટાડાને કારણે અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો હતો, પણ ભારતીય શેરબજારમાં તેજીને કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો. રિલાયન્સના શેરમાં સતત વધારો થવાને કારણે મુકેશ અંબાણી વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
તેણે એનલ મસ્કને આઠમા ક્રમે ધકેલીને આ સ્થાન પ્રાપ્ત કર્યું. છેલ્લા 24 કલાકમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં લગભગ 4 અબજ ડોલરનો વધારો થયો છે. 30 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. હવે તેની સંપત્તિ લગભગ 74 અબજ ડોલર થઈ ગઈ છે.જુલાઈના બીજા સપ્તાહમાં મુકેશ અંબાણી દુનિયાના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. તે સમયે તેમની કુલ સંપત્તિ 72.4 અબર ડૉલર હતી. હવે ફક્ત આઠ દિવસમાં જ એટલે કે 22 જુલાઈના રોજ તેઓ દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં પાંચમા સ્થાને આવી ગયા છે.
ફોર્બ્સની રીઅલ-ટાઇમ નેટવર્થ અનુસાર, અન્નલ મસ્કની સંપત્તિ હાલમાં લગભગ 3 અબજ ડોલર ઓછી છે, જે તેની કુલ સંપત્તિ 71.6 અબજ ડોલર પર પહોંચી છે. મુકેશ અંબાણી પછી વોરન બફેટ પણ કતારમાં છે. જેની સંપત્તિ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં, તેમની સંપત્તિમાં 654 મિલિયન ડોલરનો વધારો થયો છે.
મુકેશ અંબાણીની કુલ સંપત્તિ માર્ક ઝુકબરબર્ગથી 14.4 અબજ ડૉલર ઓછી છે. અંબાણી પછી 72.7 અબજ ડૉલર સાથે વૉરેન બફેટ છઠ્ઠા સ્થાને, લેરી એલિસન સાતમા, એલન મસ્ક આઠમા, સ્ટીવ બાલ્મર નવમા અને લેરી પેજ 10મા સ્થાને છે. લેરી પેજની કુલ સંપત્તિ 69.4 અબજ ડૉલર છે.
રિલાયન્સના શેર્સમાં સતત તેજી ચાલી રહી છે. કંપનીનો શેર 52 સપ્તાહના ઉચ્ચતમ લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે અને આ રેકોર્ડ સતત તૂટી રહ્યો છે. બુધવારે કંપનીના શેર્સ 2000 રૂપિયાને પાર કરી ગયા.NSE પર 23 માર્ચના રોજ RILના શેર્સની કિંમત 866 રૂપિયા હતી. આ 52 સપ્તાહની સૌથી નીચલી સપાટી છે. છેલ્લા 4 મહિનામાં તેના શેરમાં 130 ટકાનો ઉછાળો આવ્યો છે.