કોરોના વાયરસને કારણે અત્યારે દરેક વસ્તુ આપણે ઘરે મંગાવતા થયા છે,તેલ માર્કેટીંગ કંપનીઓના દેશમાં મોટા સ્તર ઉપર ડીઝલની હોમ ડિલીવરી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેના માટે કંપનીઓએ ઈચ્છુક ફર્મોમાંથી અભિરૂચિ પત્ર એટલે કે એક્સપ્રેશન ઓફ ઈટ્રેસ્ટ માગ્યું છે.
તેનાથી આ ક્ષેત્રમાં સક્રિય સ્ટાર્ટઅપ માટે અંદાજે 2000 કરોડ રૂપિયાનું બજાર ખુલવાની સંભાવના છે.ઈંધણની ડિલીવરી કરનારા સ્ટાર્ટઅપે પોતે ફ્યુઅલ આંત્રપ્રેન્યોર્સના રૂપમાં રજીસ્ટર્ડ કરાવવાનું રહેશે અને તેનાથી તે ડીઝલના અધિકારીક રીતે રીસેલર્સ બનશે.
અત્યારે અનેક સ્ટાર્ટઅપ ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ જેવી તેલ કંપનીઓની ડિલીવરીમાં મદદ કરી રહી છે. હવે આ પેઢી કાયદેસર રીતે પોતાના નામે બિલ બનાવે છે અને ગ્રાહકોને ડીઝલ આપી શકશે વર્ષ 2017માં પેટ્રોલીયમ એવં પ્રાકૃતિક ગૈસ મંત્રાલય હાઈસ્પીડ ડીઝલની હોમ ડિલીવરી કરવાના પ્રસ્તાવ ઉપર વિચારવાનું શરૂ કરી દીધું છે.
તે બાદ પેટ્રોલીયમ એક્સપ્લોસીવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશનને તેના માટે એક ગાઈડલાઈન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષ 2018માં ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલીયમે પ્રાયોગિક રીતે હોમ ડિલીવરી સેવા શરૂ કરી હતી.