કોરોના વાયરસના કહેરમાં માસ્ક અને સેનિટાઇઝર ખૂબ ઉપયોગી બનતા ગયા છે,કોરોના વાયરસનું સક્રમણ દુનિયામાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દેશ અને દૂનિયામાં સક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે ભારત સહિત કેટલાક દેશના લોકો વૈક્સીનની શોધમાં લાગી ગયાં છે.
તેની સાથે આજ કાલ લોકો સાફસફાઈ પર પણ ધ્યાન આપી રહ્યા છે પરંતુ હજું પણ ઘણા લોકો માસ્ક નથી પહેરતા. તે લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે, તેનાથી અસુવિધા અને દુઃખાવો થઈ રહ્યો છે. તેમાં વિશેષજ્ઞોએ કેટલીક ટીપ્સ આપી છે જે તમને ખુબ જ ઉપયોગી થશે.
આપણે સૌવ જાણીએ છે કે આ સમયે કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે.જો કે કેટલાક લોકોને માસ્ક પહેરવાના કારણે અસુવિધાનો અનુભવ થઈ રહ્યો છે. કેટલાક લોકો કાનની પાછળની ભાગમાં દુઃખાવાની ફરિયાદ કરી રહ્યાં છે.ત્યારે આ બધાની વચ્ચે વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે, ચશ્માને માસ્કની ઉપર પહેરવું જોઈએ. એવું કરવાથી શ્વાસ છોડતા દરમયાન કાચ ઉપર ભાપ નહીં જામે.
જેના કારણે માસ્ક ઢીલું લાગે છે. તેવામાં લોકો માસ્કમાં લાગેલી પ્લાસ્ટિકની દોરીઓને બંને તરફથી પાછળ લઈ જઈને પેપર ક્લિપની સાથે જોડી લે તે સારો વિકલ્પ રહેશે.વિશેષજ્ઞોનું કહેવું છે કે, માસ્ક લગાવવાથી ગરમીથી પરસેવાના કારણે સમસ્યામાં વધારો થાય છે. તેમાંવા ઘર કે ઓફિસે પહોંચ્યા બાદ માસ્કને ઉતારીને સાબુ કે ફેસવોશથી મોં ધોવું જરૂરી છે.