કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે હવે આખા દેશમાં અનલોક જાહેર કરવામાં આવ્યું છે,ત્યારે લોકો ધીમે ધીમે ન્યુ નોર્મલ તરફ આગળ વધી રહ્યા છે.અને હવે કોરોનાને કારણે અત્યારે દેશના તમામ સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ બંધ છે. બોલિવૂડની તમામ મોટી ફિલ્મો હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. જેનાથી દેશના મોટા સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.
ત્યારે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે થિયેટરમાં આવનાર દરેકને સુરક્ષિત વાતાવરણ આપવામાં આવશે અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
જાણો કઇ-કઇ વસ્તુનું રાખવુ પડશે ધ્યાન ટચલેસ ટિકિટ કાઉન્ટર વ્યવસ્થા,આખા થિયેટરમાં હેન્ડ સેનિટાઈઝર, સેનિટાઈઝેશન મશીન હોવું જરૂરી,દરેક શો બાદ હોલને સેનિટાઈઝ કરવું,તાપમાન ચેક કરવાની મશીન,આરોગ્ય સેતૂ એપ ફરજિયાત,કેશલેસ અને ટચલેસ પેમેન્ટ,સોશિયલ ડિસ્ટન્સિંગ માટે બે મીટર પર ફૂટ માર્કર,વન સીટ ગેપ સીટિંગ,ટચલેસ ટોયલેટ,રો વાઈઝ એગ્ઝિટ
આ તમામ વ્યવસ્થા સાથે સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ ખુલવા માટે તૈયાર છે. બસ સરકાર મંજૂરી આપે. ફિલ્મો ઓટીટી પર રિલીઝ થતાં સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સના માલિકોને ભવિષ્ય ખાડામાં જતું દેખાઈ રહ્યું છે જેથી તેમણે સરકારને અપીલ કરી છે.
કાર્નિવલ સિનેમાએ જણાવ્યું કે અહીં આવનાર દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત હશે, સ્ટાફ સંપૂર્ણ સુરક્ષા સાથે લોકોને સેવા આપશે. ફૂડ ડિસ્પોઝલમાં અને અલ્ટ્રાવાયલેટ કેબિનેટમાં ડિસઈન્ફેક્ટ કરીને આપવામાં આવશે. સાથે જ ફૂડ અને અન્ય વસ્તુઓ માટે પેમેન્ટ કેશલેસ હશે. સિનેમાહોલમાં એવા ચેન્જિસ કરવામાાં આવી રહ્યાં છે જેનાથી વધુને વધુ ફ્રેશ એર અંદર આવી શકે.
મલ્ટીપ્લેક્સના માલિકોને આશા છે કે, 15 ઓગસ્ટે સિનેમાઘરો ખુલવાની મંજૂરી મળી જશે. જો ઓગસ્ટમાં સિનેમા હોલ ખુલશે તો એ મહિનામાં હોલિડેની ફિલ્મો બતાવવામાં આવશે અને સપ્ટેમ્બરમાં હિન્દી ફિલ્મો બતાવવામાં આવશે. જો તમે પરિવાર સાથે ફિલ્મ જોવા જઈ રહ્યાં છો તો એકસાથે બેસી શકશો નહીંતર તમને એક સીટ છોડીને બેસવું પડશે. આનાથી થિયેટર્સમાં સુરક્ષિત અંતર રાખવામાં આવશે.