તહેવારોની મોસમ આવી રહી છે,આ તહેવારની સિઝનમાં જો તમે નવી ગાડી કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી માટે છે ખુશીના સમાચાર.તો તમે આવતા મહિને ખરીદી કરો તે સારું રહેશે. પહેલાં વ્હીકલ ઈન્શ્યોરન્સના નિયમ કરતાં આવતા મહિનાથી તેમાં એક ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
જો તમે નવી ગાડી કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણે લોન્ગ ટર્મ મોટર થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સને પાછો લીધો છે. એટલે કે હવે કાર માટે 3 વર્ષ અને ટુ વ્હીલર માટે 5 વર્ષનો કવર લેવાનું જરૂરી રહેશે નહીં.
જૂન મહિનામાં લોન્ગ ટર્મ પેકેજ્ડ થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ઈન્શ્યોરન્સ પોલિસીના નિયમોને પાછા લેતા કહ્યું કે લાંબા સમયની પોલિસીના કારણે નવા વાહન ખરીદવાનું લોકો માટે મોંઘુ હોઈ શકે છે. એવામાં આ 3 વર્ષ અને 5 વર્ષની લાંબી મુદતને જરૂરી બનાવી રાખવું યોગ્ય નથી.
કોઈ પણ દુર્ઘટના થાય તો મોટર ઈન્શ્યોરન્સ પોલિસી તમને 2 રીતે સુરક્ષા આપે છે. એક ઈન્શ્યોરન્સ કરાવનારાનું નુકસાન, જેને ઓન ડેમેજ કહેવાય છે અને તેનાથી ઈન્શ્યોરન્સ કરાવનારાના નુકસાનની ભરપાઈ થાય છે. એટલે કે વાહનમાં કંઈ તૂટવું કે નુકસાન વગેરે.
આ સિવાય થર્ડ પાર્ટી એટલે કે અન્ય વ્યક્તિના નુકસાન આ એક્સીડન્ટમાં થાય તો તેની પણ ભરપાઈ ઈન્શ્યોરન્સ કવરમાં થાય છે. જ્યારે ઓન ડેમેજ પોલિસીમાં થર્ડ પાર્ટી પોલિસીના પણ દરેક કવર સિવાય ઈન્શ્યોર્ડ વ્હીકલને નુકસાન પણ કવરમાં મળે છે.