2020 તેની સાથે ઘણી બધી હલચલ લઇને આવ્યું છે હજી કોરોનાનો ખતરોતો ખતમ થયો નથી એ પહેલા વૈજ્ઞાનિક ચીજોને વાત કરીએ તો વર્ષ 2020માં અવકાશમાં હલચલ મચી ગઈ છે.આ સંદર્ભમાં નાસાએ સતત તેમના તથ્યો અને ચેતવણીઓ આપવાનું ચાલુ રાખે છે. આ વર્ષે ઘણાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ઉપરાંત, અવકાશમાં ઘણી હિલચાલ થઈ છે. આવી વિચિત્ર પરિસ્થિતિઓ દર બીજા દિવસે અવકાશમાંથી જાણકારીઓ મળી રહી છે.
આપને જણાવી દઇએ કે સ્પેસ એજન્સી NASAએ આખી દુનિયા માચે ચેતવણી જાહેર કરી છે કે આગામી 24 જુલાઈએ એક વિશાળકાય એસ્ટેરોઇડ પૃથ્વીથી સાવ નજીક આવી જશે અને કદાચ તેની એ નજદીકી ખતરનાક સાબિત થઈ શકે છે. આ એસ્ટેરોઇડનું નામ 2020ND છે.
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને ચેતવણી આપી છે કે જે પ્રકારે આ એસ્ટેરોઇડ પૃથ્વી તરફ ધસી રહ્યો છે, તેને હળવાશથી લઈ શકાય નહીં. નાસાના હેવાલ મુજબ આ એસ્ટેરોઇડ 170 મીટર લાંબો છે અને તે પૃથ્વીથી 50,86,328 કિલોમીટર નજીક આવી જશે. તેની ઝડપ કલાકે 48,000 કિલોમીટરની છે. આ આંકડા ભલે મોટા લાગે પરંતુ અવકાશમાં આ આંકડા ખૂબ જ નાના છે અને તેને કારણે જ નાસા કહે છે કે આ એસ્ટેરોઇડ જોખમની હદમાં આવી જાય છે.
નાસા નિઅર અર્થ ઓબ્જેક્ટ ઉપર નજર રાખે છે કેમકે તે નજીક આવી જાય ત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેને ખેંચી લે તો તે પૃથ્વી પર પટકાય એવું જોખમ વધી જાય છે.