કોરોના વાયરસના કારણે ઘણું બધુ બદલાયું છે,માસ્ક અને સેનિટાઇઝનએ સૌથી મહત્વના બન્યા છે.ત્યારે હવે અનલોક થયા બાદ ભારતીય રેલ્વે મુસાફરોની સલામત યાત્રા માટે અનેક પગલા લઈ રહી છે.
કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર એક ખાસ વેન્ડિંગ મશીન લગાવ્યુ છે. જો તમે ઘર છોડતી વખતે માસ્ક અથવા સેનિટાઇઝર લેવાનું ભૂલી ગયા છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.
તમને પ્લેટફોર્મ પર જ એક એવુ મશીન મળશે જે તમારી આ પોર્બલમ દુર કરશે.હવે તમે પ્લેટફોર્મ પર આ વેન્ડીંગ મશીનમાંથી એન 95 ફેસમાસ્ક અથવા સેનિટાઇઝર્સ લઈ શકો છો. તમે રોકડ અથવા ઇ-ચુકવણી કોઈપણ રીતે પેમેન્ટ કરીને આ મશીનમાંથી સામાન લઈ શકો છો.
અને હવે આ પ્રકારનું વેન્ડિંગ મશીન પટણા જંકશન પર પણ લગાવવામાં આવ્યું છે, જ્યાંથી તમે માસ્ક અને સેનિટાઈઝર લઈ શકો છો. અને હવે તેની સાથે આગામી દિવસોમાં આવા મશીનો વધુ સ્ટેશનો પર જોવા મળશે.
લોકડાઉનમાં રાહત બાદ રેલવેએ 230 થી વધુ ટ્રેનો દોડાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને રેલ્વેએ મુસાફરો માટે ટ્રેનમાં ચઢતા પહેલા માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. તેમજ મુસાફરોની પાસે હેન્ડ સેનિટાઇઝર હોવાનું પણ જણાવાયું છે.
એટલુ જ નહિ હવે મુસાફરોને આ ડિસ્પોઝેબલ લિનન કિઓસ્ક પર ફક્ત 50 રૂપિયામાં બેડશીટ, માસ્ક અને સેનિટરી પાઉચ મળશે. બીજી બાજુ, જો તમે ધાબળો પણ લેવા માંગતા હો, તો તમને એક ધાબળો, બેડશીટ, માસ્ક અને સેનેટાઈઝરનું પાઉચ ફક્ત 200 રૂપિયામાં મળશે. ઓશીકાની સાથે, તમને એક ધાબળો, બેડશીટ, માસ્ક અને સેનિટાઇઝર પાઉચનો 250 રૂપિયા મળશે.