આજ કાલ ઓનલાઇન ટ્રાંજેક્શન વધી રહ્યા છે તેમા પણ જ્યારથી કોરોના વાયરસની મહામારીએ દસ્તક આપી છે ત્યારથી તો ઓનલાઇન ટ્રાંજેક્સન વધ્યું છે,તેની સાથે ઓનલાઈન ટ્રાંજેક્શનના કારણે મિનિટોથી એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરવુ હવે ખૂબ જ સરળ બની ગયુ છે. ઓનલાઈન ટ્રાંસફરને સરળ બનવવા માટે દરેક બેન્કે પોતા-પોતાની એપ ડેવલપ કરી છે. જેની મદદથી પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં તરત ટ્રાંસફર થઈ જાય છે.
ત્યારે આ એપથી ટ્રાંજેક્શન કરતા સમયે બેનિફિશિયારી નેમ, તેમનુ એકાઉન્ટ નંબર અને તેમના બેન્કનો IFSC એટલે ઈંડિયાન ફાઈનેંશિયલ સિસ્ટમ કોડ એડ કરવો પડે છે, પરંતુ આ ખૂબ જ જરૂરી છે કે, એકાઉન્ટ નંબર અને IFSC નાખતા સમયે ઘણી સાવધાની રાખો. દરેક બેન્ક બ્રાંચનો અલગ IFSC હોય છે.
એપથી ટ્રાંજેક્શન કરતા સમયે IFSC ભરવાના મામલામાં ખૂબ જ સાવધાની રાખો. જોકે, ખોટો કોડ નાખી દીધો તો, ટ્રાંજેક્શન સંભવ છે, પરંતુ શરત એ છે કે, એકાઉન્ટ નંબર અને નામ ઠીક હોય.
જો એકાઉન્ટ નંબર ઠીક છે તો, પૈસા પહોંચાડવામાં ગરબડી થઈ શકવાની ગુંજાઈશ હોતી નથી, પરંતુ જો બીદા બેન્કનો IFSC નાખી દીધો તો સંભવ છે કે, પૈસા ખોટા એકાઉન્ટમાં ચાલ્યા જાય છે. જોકે, આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે બેનિફિશિયરીના બેન્ક બ્રાંત બદલે કોઈ બીજી બેન્ક બ્રાંચનો IFSC નાખી દો.
જોકે, એ ત્યારે જ શક્ય છે જ્યારે બંન બેન્કના ગ્રાહકનો એકાઉન્ટ નંબર એક જ હોય. તેની સંભાવના ઓછી રહે છે. તેથી ઓનલાઈન ટ્રાંજેક્શન દરમિયાન ધ્યાન રાખવાનુ હોય છે કે, બેનિફિશિયરીનુ નામ, એકાઉન્ટ નંબર, બેન્કનુ નામ અને IFSC સારી રીતે ભરેલુ હોય.
કોઈપણ અડચણ વગર પૈસા બેનિફિશિયરી સુધી પહોંચી જાઓ તે માટે જરૂરી છે કે, બધી માહિતી સાચી રીતે ભરેલી હોય. જો તેમાથી કોઈપણ જાણકારીમાં કોઈ ભૂલ થઈ તો, ટ્રાંજેક્શન કેન્સલ થઈ શકે છે અને ફરીથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થઈ શકે છે.