દેશ અને દુનિયા અત્યારે કોરોના મહામારી સામે લડી રહી છે,અને કોરોનાની રસીની શોધ માટે દેરક દેશ અથાક પ્રયત્ન કરી રહ્યા છે,ત્યારે હવે ત્યારે ભારતમાં પણ સ્વદેશી વેક્સિનથી ગુડ ન્યૂઝ મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ પણ ટ્વિટ કરીને કહ્યું કે આપણે કોરોના સામે જીત હાંસલ કરીને જ રહીશું.
દેશ નહિ દુનિયા આખી કોરોના વાયરસનો ખાત્મો કરનારી વેક્સિનની શોધ ચાલી રહી છે. અનેક વેક્સિન કેન્ડિડેટ્સનો ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચુક્યો છે. ICMR-ભારત બાયોટેકની દેશી કોરોના વેક્સિન Covaxinનો ફેઝ 1 અને 2 ટ્રાયલ પણ શરૂ થઈ ગયો છે.
ત્યારે જાણાવ મળી રહ્યું છે કે શરૂઆતના ડોઝ આપવામાં આવ્યા બાદ વૉલિયન્ટર્સમાં કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી નથી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે રિસર્ચમાં સહયોગી માટે ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજીએ પોતાના દરવાજા ખોલ્યા છે.
ગ્લોબલ લેવલ પર જોઇએ તો ચીની કંપની સાઇનોફાર્મની વેક્સિન હ્યૂમન ટ્રાયલનાં થર્ડ સ્ટેજમાં પહોંચી ગઈ છે. દાવો છે કે આ વેક્સિન ટ્રાયલનાં ત્રીજા તબક્કામાં પહોંચનારી દુનિયાની પહેલી કોવિડ-19 વેક્સિન છે.
મહત્વનું છે કે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ટ્વિટ કરીને કહ્યું કે કોરોનસ સામેની લડાઈ હવે નિર્ણાયક દોરમાં આવી ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાયરસ વિકાસ માટે ચાઈ રહેલા પ્રયાસોના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. આપણે ખૂબ જલ્દી મહામારી સામે જીત હાંસલ કરીશું.