વોટસએપએ અત્યારે સૌથી ઉપયોગી એપ બની ગઇ છે,ત્યારે વોટસએપ પણ સમયાંતરે પોતાના યૂજર્સ માટે નવા અપડેટ લઇને આવે છે. હવે યૂઝર્સ માટે વોટ્સઅપ પર QR કોડનું ફીચર આવી ગયું છે. આ ફીચર દ્વારા નવા કોન્ટેક્ટને સરળતાથી જોડી શકે છે.
જાણીએ શું છે આ નવુ ફિચર વોટસએપ પર જોડાવવા માટે આપણે કોઇ પણ વ્યક્તિના ફોન નંબરની જરૂર હોય છે, ત્યારે હવે QR Code Feature ના આવ્યા બાદ તમે કોઇપણ કોન્ટેક્ટને જોડવા માટે તે નંબરની ડિજિટ એન્ટર કરવાની જરૂર નથી.
તેની સાથે જ તમે ક્યૂઆર કોડને કોઇપણ સાથે શેર કરી શકો છો, જેના દ્વારા કોઇને પણ શેર કરી શકો છો, જેના દ્વારા તે તમને એડ કરી શકે છે. તમને જણાવી દઇએ કે યૂઝરનો કોડ ત્યાં સુધી એક્સપાયર નહી થાય જ્યાં સુધી તેને રિસેટ અથવા WhatsApp એકાઉન્ટ પરથી ડિલકીટ ન કરવામાં આવે.
તો ચાલો જાણી લઇકે આ કેવી રીતે કામ કરે છે,તો સૌથી પહેલાં પોતાના વોટ્સઅપ જઇને જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરો.ત્યાર પછી પછી તેમાં સેટિંગ્સ ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે.તેમા તમારા નામ સાથે હાજર QR આઇકન પર ટેપ કરો.પછી સ્કેન કોડ ઓપ્શન પર ટેપ કરો.પોતાના ડિવાસને QR કોડ પર રાખીને સ્કેન કરવો પડશે.અંતે એડ પર ટેપ કરીને કોન્ટેક્ટ જોડી શકો છો.