એક બાજુ કોરોના કહેર છે ત્યારે રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે.આપણે બધા જાણીએ છે કે રાજસ્થાનમાં અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષની સાથે જ ગેહલોત સરકારના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા સચિન પાયલટ વચ્ચેના રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસે પાયલટની હકાલપટ્ટી કરી છે.
ત્યારે હવે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની કથિત ઓડિયો ટેપના આધાર લઇને સમગ્ર સંકટ માટે ભાજપ પર આકરા પ્રહાર કરી રહેલુ કોંગ્રેસ ગેહલોત સરકારને બચાવવાની તૈયારીમાં છે.આ બધા વચ્ચે ભાજપ વતી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ મૌન તોડીને મોરચો સંભાળ્યો છે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુકેલા વસુંધરા રાજેએ ટ્વીટ કર્યું છે કે કોંગ્રેસ, ભાજપ અને ભાજપ નેતૃત્વને દોષી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકાર માટે ફક્ત અને માત્ર જાહેર હિત સર્વોચ્ચ હોવું જોઈએ. તેમણે કટાક્ષ કરતા કહ્યું છે કે કોઈપણ સમયે જનતા વિશે વિચારો.
વધુમાં ઉમેતા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજસ્થાનની જનતા આજે આંતરિક ઝઘડાનું નુકસાન પ્રજા સહન કરી રહી છે. તે આટલેથી અટક્યા નહીં. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાને કારણે 500 થી વધુ મોત થયા છે.
તો તીડ પણ ખેડુતોના ખેતરો પર સતત હુમલો કરી રહી છે. મહિલાઓ સામેના ગુનાઓએ હદ વટાવી દીધી છે. રાજ્યમાં વીજળીની સમસ્યા ચરમસીમાએ છે. આવા સમયે કોંગ્રેસ ભાજપ પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહી છે.