કોરોના વાયરસની દવાની આખી દુનિયામાં શોધ ચાલી રહી છે, ત્યારે થોડા દિવસ પહેલા રૂસએ કોરોના વેકસિંગના ત્રીજા ટ્રાયલમાં સફળતા અંગે ખુલાસો કર્યો હતો.ત્યારે હવે બ્રિટનથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ‘ડેક્સામેથાસોન સ્ટેરોયડ’ના ‘લાર્જ રૈંડમાઈજ્ડ ક્લિનિકલ ટ્રાયલની પહેલી ફાયનલ રિપોર્ચ સામે આવી છે. શુક્રવારે જાહેર કરેલી આ રિપોર્ટ મુજબ ડ્રગથી કોરોનાગ્રસ્તની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે
પ્રકાશિત થયેલી એક સ્ટડી મુજબ હાઈ રિસ્ક સ્ટેજના દર્દીઓ પર દવાની સારી અસર જોવા મળી છે. વેન્ટિલેટર પર રહેલા દર્દીઓમાં સારી અસર જોવા મળી છે. જો કે આ દવા પ્રથમ ચરણમાં રહેલા દર્દીઓને આપવાથી જીવનું જોખમ છે.
જાણવા મળી રહ્યું છે કે આ દવાની શોધ માટે કુલ 2104 કોરોનાગ્રસ્તની પસંદગી કરવામાં આવી હતી. જેને 10 દિવસ સુધી દવાનો નિયત ડોઝ આપવામાં આવ્યો. 4 અઠવાડિયા બાદ મૃત્યુ દરના ઘટાડો જણાયો હતો.
28 દિવસ બાદ શોધકર્તાઓ એ નિર્ણય પર પહોંચ્યા હતા કે આ વેન્ટિલેટર પર રહેલા દર્દીઓને આ દવા આપવાથી 36 ટકા મોતનુ જોખમ ઘટ્યુ હતુ. જ્યારે મિકેનિકલ વેન્ટિલેટર વગર ઓક્સિજન મેળવનારા દર્દીમાં 18 ટકા ખતરો ટળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓક્સીજન વગર રહેનારા દર્દીઓમાં દવાનું પરિણામ ઉલ્ટુ જોવા મળ્યુ હતું. એટલે કે અતિ ગંભીર હાલતમાં રહેલા દર્દીઓમાં આ દવા ગેમચેન્જર સાબિત થઈ શકે તેમ છે.