કોરોનાકાળમાં કોરોનાની વેકસિંગ જેટલી મહત્વની છે તેટલુ જ મહત્વની છે ટેસ્ટ કિટ, ત્યારે હવે ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી હતી. એન્ટિબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે જ ટેસ્ટ કરી શકશે અને તે માત્ર 20 મિનિટમાં રીઝલ્ટ પણ આપશે.
જાણવા મળી રહ્યું છે કે એન્ટિબોડી ટેસ્ટ કિટના ટ્રાયલમાં 98.6 % પરિણામ મળી રહે છે. ઓક્સફર્ડ યુનિ. એ બ્રિટનની ફર્મ સાથે મળીને ટેસ્ટિંગ કીટ બનાવી છે.મળતી માહિતી અનુસાર ઓક્સફર્જની જે એન્ટીબોડી ટેસ્ટને સફળતા મળી છે તેને બ્રિટેનની સરકારનું સમર્થન મળ્યું છે.
ત્યારે હવે સરકાર યોજના બનાવી રહી છે કે લાખો એન્ટીબોડી ટેસ્ટ કિટનું વિતરણ પ્રેગનન્સી સ્ટાઈલ ટેસ્ટ કિટની જેમ જ કરવામાં આવે. નવી એન્ટીબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે બેસીને સરળતાથી ટેસ્ટ કરી શકશે. ટ્રાયલમાં ખ્યાલ આવ્યો છે
નવા ટેસ્ટ કિટ લોકોને ઘરે બેઠા 20 મિનિટમાં રિઝલ્ટ આપી દેશે. લોકો જાતે જ જાણી શકશે કે તેઓ કોરોના સંક્રમિત થયા છે કે નહીં. આ પહેલાં બ્રિટનમાં જે એન્ટીબોડી ટેસ્ટ થઈ રહ્યા હતા તેમાં બ્લડ સેમ્મપલને લેબમાં મોકલવામાં આવતા હતા.