બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ હિન્દી સિનેમામાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’થી કરી હતી. પરંતુ લોકોને તે વાત લગભગ ખબર હશે કે સની દેઓલની આ ફિલ્મ પહેલા પણ પ્રિયંકાએ એક ફિલ્મ કરી હતી.
વર્ષ 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નામ હતું થામિજન. આ એક તમિલ ફિલ્મ હતી, અને તે ફિલ્મથી પ્રિયંકા પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળી હતી. આજે આ દેશી ગર્લથી જાણીતી અભિનેત્રીનો જન્મદિવસ છે. 18 જુલાઈએ બિહારના જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકાના માતા-પિતા સેનામાં ડોક્ટર હતા.
પ્રિયંકા પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રિયંકા આજે ભારતની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે. તેને અનેક એવોર્ડ મળ્યા છે, જેમાં એક રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડનો સમાવેશ છે.
પ્રિયંકા ચોપડાની કુલ સંપત્તિ 16 મિલિયન ડૉલર એટલે કે 119 કરોડ છે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં, એક્ટ્રેસની નેટવર્થ સંપત્તિ 20 થી 25 મિલિયન ડોલર એટલે કે 180 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું કહેવામાં આવે છે. ફિલ્મ્સ અને ટીવી સિવાય પ્રિયંકાની ભારતમાં એક પ્રોડક્શન હાઉસ કંપની છે જેને પર્પલ પેબલ પિક્ચર્સ કહેવામાં આવે છે.
આજે પ્રિયંકા એક આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ચુકી છે. લોકો તેને ખુબ પસંદ કરે છે. તે વાતથી પણ બધા વાકેફ છે કે પ્રિયંકા ચોપડાએ પોતાનાથી 10 વર્ષ નાના નિક જોનાસ સાથે લગ્ન કર્યાં છે. નિક પહેલા તેનું અફેર અન્ય સ્ટાર સાથે પણ રહ્યું છે. પ્રિયંકાનું નામ શાહરૂખ, શાહિદ, અક્ષય, હરમન બાવેજા ત્યાં સુધી કે જેરાર્ડ બટલરની સાથે પણ જોડવામાં આવ્યું હતું.