રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઇ તેની સાથે રાજ્યમાં ઘણી બધી જગ્યા પર સ્વછિક લોકડાઉન પણ લગાવવામાં આવ્યું છે તેની સાથે જ માવા-મસાલાના રસિયાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પાન-મસાલા માટે નવી ગાઈડલાઈન આવી છે. જેને કારણે હવે પાન-મસાલા મળશે તો ખરા પણ માત્ર તેના પાર્સલ જ મળશે.
રાજ્યમાં કોરોનાને કારણે નવી ગાઇડલાઇન લગાવવામાં આવી છે,ત્યારે હવેથી આપને રાજ્યભરના પાનગલ્લા પરથી પાર્સલ પેક મળશે. દુકાન પર થતી ભીડને ટાળવા માટે પાર્સલ પેક વેચવાનો નિર્ણય કરાયો છે અને દુકાન પર ભીડ ન થવા દેવા માટે પણ સૂચન અપાયું છે.
મળતી માહિતી મુજબ એસોસિએશને જણાવ્યું હતું કે, આજથી દરેક પાન-મસાલાની દુકાનો પર મસાલો લાઈવ બનાવી આપવામાં આવશે નહીં. ગ્રાહકોને પાન-મસાલાના પાર્સલો આપવામા આવશે. જેને કારણે હવે ભીડ કે સોશિયલ ડિસ્ટન્સિગનો પ્રશ્ન પણ હલ થઈ જશે.
તેની સાથે થોડા દિવસ પહેલા અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર રૂ.500નો દંડ ફટકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે બાદ સુરતમાં પણ પાનના ગલ્લા પાસે પણ જો કોઇ ગ્રાહક થૂંકશે તો દુકાનદારને 10000નો દંડ ફટકારવામાં આવે છે.
આપને જાણાવી દઇએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીના કારણે પાનની દુકાન માલિકોના ધંધાને અસર પડી છે. અને માત્ર 20થી 25 ટકા ધંધો થઇ રહ્યો છે. જેના કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેને પગલે આજે ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.