કોરોના પોઝિટિવ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને પોતાની પુત્રી આરાધ્ય બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી લોકો હોમ કોરોન્ટાઇન હતા. આ પ્રમાણે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રેગુલર ચેકઅપ માટે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવે રહ્યા છે. આ હોસ્પિટલમાં અમિતાભ અને અભિષેક બચ્ચન પહેલાંથી જ એડમિટ છે. કોરોનાના સામાન્ય લક્ષણના લીધે તેમને એડમિટ કરાવવામાં આવ્યા હતા.
બોલીવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ પર આવ્યા હતો. જે બાદ તેના પરિવારજનોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જયા બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું.
બાદમાં અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે સમાચાર છે કે અમિતાભની પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઐશ્વર્યા અને આરાધ્યામાં અગાઉ પોઝિટિવા આવ્યા બાદ કોઈ લક્ષણો જણાયા નહોતો. જેના કારણે બંને માતા અને દીકરીને ઘરે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં હતા. પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યાને તાવના લક્ષણો જણાયા હતાં. જેના પગલે ડોકટરો તેમના ઘરે ચેકઅપ કરવા આવ્યા હતા. ડોકટરોને સ્પષ્ટ રીતે લક્ષણો જણાતા બાદમાં બંનેને મુંબઈની નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.