આ હોમમેડ સેનિટાઈઝર તમારા હાથ માટે એકદમ સેફ છે. તમે ઘરની બહાર જાઓ ત્યારે આને સાથે લઈને જ જવું. રબિંગ આલ્કોહોલમાં નેચરલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જેમાં એસ્ટ્રિજેન્ટ પણ હોય છે. સાથે જ આમાં ઉપયોગમાં લેવામાં આવેલાં એલોવેરા જેલ હાથમાં મોઈશ્ચર જાળવી રાખે છે. જેનાથી સ્કિન ડ્રાય થતી નથી. એસેન્શિયલ ઓઈલ વાયરસ અને ફંગસથી લડે છે.
ચીનથી શરૂ થયેલાં કોરોના વાયરસનો પ્રકોપ હજી પણ યથાવત્ છે. દેશમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. એવામાં તેનાથી બચવા માટે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર ખૂબ જ જરૂરી છે. જોકે, સેનિટાઈઝરની માંગને કારણે તેની અછત પણ સર્જાઈ રહી છે. આ સંક્રમણથી બચવા માટે સતત હાથ સેનિટાઈઝ કરતા રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. એવામાં જો તમારે સસ્તામાં હાર્મફુલ કેમિકલ વિનાનું સેનિટાઈઝર જોઈએ તો અમે તમને ઘરે જ તે બનાવતા શીખવાડીશું. ચાલો જાણી લો રીત.
સામગ્રી
- રબિંગ આલ્કોહોલ
- 2 ચમચી એલોવેરા જેલ
- 8 ટીપાં ટી ટી ઓઈલ
- એક સ્પ્રે બોટલ
રીત
સૌથી પહેલાં એક વાટકી લઈને તેમાં અડધી વાટકી રબિંહ આલ્કોહોલ નાખો. પછી તેમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. જો તમે ઘટ્ટ સેનિટાઈઝર જોઈએ તો એલોવેરા વધુ પણ નાખી શકો છો. પછી તેમાં 8 ટીપાં ટી ટી ઓઈલ અથવા તો કોઈપણ એસેન્શિયલ ઓઈલ મિક્સ કરો. હવે આ મિશ્રણ કોઈપણ સ્કવીઝ બોટલમાં ભરીને બંધ કરી દો. બોટલને બરાબર હલાવી લો. તૈયાર છે તમારું હોમમેડ સસ્તું અને સેફ હેન્ડ સેનિટાઈઝર.