સુશાંતે કરેલી આત્મહત્યાને તેનો પરિવાર માનવા તૈયાર નથી, સશાંતના પરિવારનું કહેવું છે કે તે આત્મહત્યા કરી શકે તેમ નથી. તેની હત્યા થઇ છે જેના માટે પરિવાર, ફેન્સ અને શુભચિંતકો CBI તપાસની માગ કરી રહ્યાં છે. ત્યારે જન અધિકાર પાર્ટીના પ્રેસિડેન્ટ પપ્પુ યાદવે અમિત શાહને અરજ કરી હતી કે એક્ટરના મોતની તપાસ થાય અને CBI કેસની તપાસ કરે, ત્યારે હવે અમિત શાહ તરફથી પપ્પુ યાદવને જવાબ આવ્યો છે.
પપ્પુ યાદવે અમિત શાહને ટ્વિટ કરીને કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસ થવી જ જોઇએ, તે્યારે અમિત શાહ તરફથી આવેલા જવાબમાં લખ્યુ છે કે, 16 જૂનના દિવસે તમારી ટ્વિટ મળી હતી અને તમારી માંગણીને અમે ધ્યાન પર લીધી છે અને આગળ મંત્રાલયમાં તમારી આ માંગણીને લઇ જવામાં આવશે. બાદમાં પપ્પુ યાદવે આ પત્રને ટ્વિટ કરીને કહ્યું છે કે અમિતજી આ ખૂબ જ જરૂરી કાર્યવાહી છે મહેરબાની કરીને તેને ટાળશો નહી.
બુધવારે શેખર સુમને પણ CBI તપાસ માટે સરકારને માગ કરી હતી, પરંતુ તે વધારે કંઇ કહી ન શક્યા કારણકે સુશાંતનો પરિવાર ખુલીને સામે આવી રહ્યો નથી. શેખર સુમને ઘણી ટ્વિટ કરીને તપાસ માટે માગ કરી છે અને તેમણે પોતાના દિકરા અધ્યયન સુમનને લઇને ખુલાસો કર્યો હતો કે, તે પણ ડિપ્રેશનનો શિકાર રહી ચૂક્યો છે અને તેને પણ આત્મહત્યાના વિચાર આવતા હતા.
એક પિતા તરીકે શેખર સુમન સુશાંતના પિતા કેકે સિંહ રાજપૂતનું દુખ સમજી શકે છે, જેથી તેઓને એવું જ લાગી રહ્યું છે કે તેમનો દિકરો જ તેમને છોડીને ગયો છે. શેખર સુમને સામે ચાલીને CBI તપાસની માગ કરી હતી. શેખરે એક ટ્વિટમાં કહ્યું હતું કે, તેનો પરિવાર સામે નથી આવી રહ્યો પરંતુ સુશાંત એક પબ્લિક ફીગર હતો અને તેના ફેન્સ પણ CBI તપાસની માગ કરી રહ્યાં છે, માટે અમે બધા જ લોકો સાથે મળીને સુશાંત માટે લડીશું.
બીજી તરફ બિહાર સરકારે એક મહત્વનું કાર્ય કર્યું છે. તેમણે એક ચોક કે જેનું નામ ફોર્ડ કંપની ચોક હતું તેને બદલીને સુશાંત સિંહ રાજપૂત માર્ગ કરી દીધું છે. સુશાંતના એક મિત્ર નિલોતપાલે BMCને અરજ કરી છે કે સુશાંત જ્યાં રહેતો હતો તે સ્ટ્રીટનું નામ સુશાંત સિંહ રાજપૂત રાખવામાં આવે. સુશાંતને હંમેશા માટે આ મુંબઇ શહેરનો ભાગ બનાવી લેવામાં આવે.