કુલભૂષણ જાધવ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતની માગ પર પાકિસ્તાન ઝૂક્યું છે. કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા પાકિસ્તાન તૈયાર થયું છે. હવે જાધવને રાજનાયિક મદદ મળશે. ભારતે વિના શરતે કોન્સ્યૂલર એક્સેસની માગ કરી હતી. કેટલીક શરતો સાથે કુલભૂષણ જાધવ સુધી પહોંચી શકાશે. હવે પાકિસ્તાનમાં ભારતના બે અધિકારીઓને મંજૂરી મળશે. તો ભારતીય અધિકારીઓ હવે જાધવ સાથે મુલાકાત કરીને મોતની સજા વિરૂદ્ધ પુનર્વિચાર અરજી પર હસ્તાક્ષર કરશે.
પાકિસ્તાને અંતે પોતાની જેલમાં બંધ ભારતીય નૌસેનાના સેનાનિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને મળવા માટે બીજી વખત ભારતીય ઉચ્ચઆયોગના અધિકારી વકિલોની સાથે વિદેશ મંત્રાલય પહોંચ્યા છે. જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોડી સાંજે કુલભૂષણ જાધવને મોતની સજા વિરૂધ્ધ અપીલ કરવાની મંજૂરી આપી હતી. હવે ભારતીય અધિકારી કુલભૂષણની પુનર્વિચાર અરજી પર હસ્તાક્ષર કરશે.
પાકિસ્તાને ભારતીય ઉચ્ચઆયોગને બીજી વખત કોન્સ્યૂલર એક્સેસની મંજૂરી આપી દીધી છે. જાધવની મુલાકાત માટે પાકિસ્તાને કેટલીક શરતો પણ રાખી છે. મુલાકાત દરમિયાન ભારતીય અધિકારી અને જાધવને અંગ્રેજીમાં વાત કરવી પડશે અને પાકિસ્તાન અધિકારી પણ આ દરમિયાન હાજર રહેશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોડી સાંજે કહ્યું હતું કે, અપીલ અને સમીક્ષા અરજીને જાથવ અથવા તેમના કાયદાકીય પ્રતિનિધી અથવા ઇસ્લામાબાદમાં ભારતના કાઉન્સલર અધિકારી દાખલ કરી શકે છે. આ પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે, મોદની સજાનો સામનો કરી રહેલા ભારતીય કેદી કુલભૂષણ જાધવે સૈન્ય કોર્ટ દ્વારા દોષિત કરાર આપવા વિરૂદ્ધ ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલટમાં અપીલ દાખલ કરવાનો મનાઇ કરી દીધી છે. જોકે, ભારતે પાકિસ્તાનના આ દાવાને નાટક કરાર આપ્યો છે.