લર્નિંગ લાઈસન્સ માટે હવે તમારે આરટીઓ કાર્યાલયના ચક્કર નહીં લગાવવા પડે અને ન તો એજન્ટ મોટી રકમ વસુલી શકશે. કારણ કે અરજદાર ઘરે બેઠા સેવા કેન્દ્રો પાસેથી ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટે આવેદન કરી શકશે અને પરીક્ષા પણ ઓનલાઈન આપશે.
પરીક્ષા પાસ કરતી વખતે લાયસન્સ મળી જશે. પરિવહન વિભાગ પોતાના નિયમોમાં જલ્દી જ બદલાવ કરવા જઈ રહ્યું છે. તેના માટે કેન્દ્રના આરટીઓ મુખ્યાલય પાસેથી દાવા આપત્તિ માંગી છે. પરિવહન અધિકારીનું કહેવું છે કે જવાબ જલ્દી જ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવશે અને આ સેવા લોકોને મળવા લાગશે.
મહત્વનું છે કે પ્રદેશમાં એક વર્ષમાં લગભગ ત્રણ લાખ લર્નિંગ લાયસન્સ બને છે. વર્તમાનમાં લર્નિંગ લાયસન્સ બનાવવા માટે અરજદારને આરટીઓના ચક્કર લગાવવા પડે છે. લાયસન્સ બનાવવાની પ્રક્રિયાની જાણકારી ન હોવા પર અરજદાર પરેશાન થઈને એજન્ટનો સહારો લે છે. એજન્ટ અરજદારની મજબુરીનો ફાયદો ઉઠાવીને મોટી રકમ વસુલે છે. પરંતુ હવે આવેદકોને ઘરે બેસીને લર્નિંગ લાયસન્સ બનાવવાની સુવિધાથી ખૂબ રાહત મળશે.
આરટીઓ કાર્યાલયમાં કોઈ પણ કામ માટે આવવા પર નિયમ-કાયદા એવા દર્શાવવામાં આવે છે કે અરજદાર દિવસભર ચક્કર લગાવતા લગાવતા થાકી જાય છે. ઝંઝટથી બચવા માટે લોકો એજન્ટોનો સહારો લે છે અને એજન્ટ લોકોને લુટતા રહે છે. આ વ્યવસ્થાને ખતમ કરવા માટે કેન્દ્રએ આરટીઓમાં જઈને લર્નિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાનો નિર્ણય લે છે. અરજદાર કોઈ પણ સેવા કેન્દ્રમાં જઈને લર્નિંગ લાયસન્સ બનાવી શકે છે.
પરિવહન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ઓનલાઈન લાયસન્સ બનાવવા માટે આરટીઓની વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. ફોર્મમાં જરૂરી જાણકારી ભરવાની રહેશે. વેબસાઈટ પર પોતાની સુવિધાનુસાર દિવસ અને સમય નક્કી કરી શકાય છે. પછી બાયોમીટ્રિક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સાત દિવસની અંદર ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે. ઓનલાઈન પરીક્ષામાં કુલ 10 નંબર હશે. છ નંબર લેવાનારને પાસ માનવામાં આવે છે. અરજદારોની પરીક્ષા પાસ કર્યા બાદ તેમનું લર્નિંગ લાયસન્સ બની જશે.