વિશ્વ આરોગ્ય સંગઠનના અધ્યક્ષ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસ કહ્યું છે કે અમેરિકા અને એશિયાના કેટલાંક દેશ દુનિયામાં વધતા કોરોના સંક્રમણ માટે ખાસ જવાબદાર છે. આ સાથે ટેડ્રોસે એ પણ યાદ કરાવ્યું કે કોવિડ-19ને રોકવા માટે જે નિયમોના પાલનની વાત આ બિમારીની શરૂઆતમાં કહી હતી, તેનું પાલન નહી કરવાને કારણે દુનિયમાં આજે પણ સતત કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે.
જ્યારે કોરોના સંક્રમણ દુનિયાભરમાં લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યું હતું અને તેના એક્ટિવ કેસોની સંખ્યા સતત વધી રહી હતી, તે સમયે વિશ્વ આરોગ્ય સંગઠન તરફતી જાહેર કરવામાં આવેલ સુરક્ષાના નિયમોમાં જણાવામાં આવ્યું હતું કે જો આ સંક્રમણને રોકવું હોય તો દુનિયામાં બધાએ માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા તેમજ વારંવાર હાથ ધોવાની ટેવ વિકસિત કરવી પડશે.
જો કે શરૂઆતી સમયમાં આ ટેવ વિકસિત કરવી બધા માટે એક મોટો પડકાર હતો. ખાસ એવી રીતે જેમ લાંબા સમય સુધી અમેરિકાના રાષ્ટ્રપતિએ માસ્ક કોવિડ-19 સંક્રમણને રોકવા માટે માસ્કની ઉપયોગિતાનો સ્વીકાર ન કર્યો. જો કે ત્યારબાદ યુએસ રાષ્ટ્રપતિએ તેનું મહત્વ માનતા માસ્કનો માત્ર ઉપયોગ ન કર્યો પરંતુ લોકોને પણ તેના ઉપયોગ માટે પ્રેરિત કર્યાં.
એક તરફ અમેરિકા જ્યાં WHOના અધ્યક્ષ પર કોરોનાની માહિતી છુપાવાનો આરોપ લગાવી રહ્યાં છે, ત્યારે હવે ટ્રેડ્રોસ આ સંક્રમણના મામલાની વધતી સંખ્યાને લઇને ટ્રમ્પનું ખુલીને નામ લઇ રહ્યાં છે.
ખરેખર આ વર્ષે અમેરિકામાં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને ધ્યાનમાં લઇને ટ્રમ્પે લોકોને ઘરમાં બંધ રહેવા, માસ્ક લગાવા અને દરેક પ્રકારના પ્રતિબંધમાં રહીને જીવાની સ્થિતિનો સ્વીકાર કર્યો નહીં. ત્યારે કોરોના સંક્રમણના સમયમાં નિયમોનું પાલન ન કરવાના કારણે અમેરિકામાં કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સાથે એશિયાના કેટલાંક દેશોમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
અમેરિકાની સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ પણ કોરોના સંક્રમણથી બચાવ માટે માસ્ક અને લોકડાઉનનો વિરોધ કરતા રહ્યાં છે. ત્યારે મૃતકોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે 75 હજાર છે, જેના માટે WHO બ્રાઝિલના રાષ્ટ્રપતિને દોષિત માની રહ્યાં છે.
આરોગ્ય નિષ્ણાંતોએ આ વાતનો ખુલીને સ્વીકાર કરી રહ્યાં છે કે ભલે માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગથી કોરોનામાં બચવાની કોઇ ગેરેંટી ન હોય. પરંતુ આ કોરોના સંક્રમણના ભયને ઘણી હદ સુધી ઓછો કરી દે છે. તેમ છતાં જો કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તે વ્યક્તિના શરીરમાં આ સંક્રમણ ઘણી ઘાતક સ્તર સુધી ન પહોંચી શકે, જેના કારણે સમય રહેતા તેનો ઇલાજ થઇ શકે છે.