દરેક દવાઓ પર ટૂક સમયમાં ક્વિક રિસ્પોન્સ કોડ જોવા મળી શકે છે. તેના દ્વારા એ જાણી શકાય છે કે દવા અસલી છે કે નકલી. સાથે જ તેમની ટ્રેકિંગ પણ કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિશે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે જે તેની રૂપરેખા તૈયાર કરશે. ક્યૂઆર કોડથી દવાઓની ટ્રેકિંગ અને ટ્રેસિંગમાં મદદ મળશે અને તેનાથી નકલી અને બોગસ દવાઓ દર્દીઓ સુધી પહોંચવાની સંભાવના પણ ઓછી થઈ જશે.
પ્રધાનમંત્રી કાર્યાલય, નીતિ આયોગ, કોમર્સ મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ અને સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રતિનિધિયોની પાછલા અઠવાડિયે જ થયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આ મમલાને પહોંચી વળવા અને તેના વિશે જલ્દી જ એક અધિસુચના જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વાસ્થ્ય સચિવની આગેવાનીમાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે જે 21 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.
સરકાર 2011થી જ દવાઓ પર ક્યુઆર કોડ શરૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ દવા કંપનીઓ અને લોબી ગ્રુપ્સના ટ્રેસિંગ અને ટ્રેકિંગ વિશે વિવિધ વિભાગો દ્વારા જાહેર દિશાનિર્દેશો પર ચિંતા જતાવી હતી.
તેમનું કહેવું હતું કે તેના માટે એક સિંગલ ક્યુઆર કોર્ડ સિસ્ટમ હોવી જોઈએ. એક સૂત્રોએ કહ્યું, ‘તેના પર ખુબ કનફ્યુઝન હતું. આખરે આ મમલાનો ઉકેલ આવી જશે. હાલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે એક જ ક્યુઆર કોડ હોવો જોઈએ.’