વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું છે કે રસી અંગે સારા સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે રસીને લગતી અન્ય કોઈ માહિતી આપી ન હતી. ટ્રમ્પના આ ટ્વિટ બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં અમેરિકા તરફથી કોરોના રસી વિશે કોઈ સારા સમાચાર આવી શકે છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં પરીક્ષણ કરાયેલ પ્રથમ કોરોના વેક્સિન વૈજ્ઞાનિકોની અપેક્ષા મુજબ લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ રસીની ટ્રાયલ હવે ફાઇનલ સ્ટેજમાં છે.
આ રસી ફોચીના સહયોગીઓ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મોર્ડના ઇન્ક ખાતે બનાવવામાં આવી છે. 27 જુલાઈની આસપાસ, આ રસી કોરોના વાયરસ સામે રક્ષણ આપવામાં કેટલું અસરકારક છે તે શોધવા માટે 30,000 લોકો પર સંશોધન કરવામાં આવશે.
જો કે, મંગળવારે, સંશોધનકારોએ 45 લોકો પર હાથ ધરવામાં આવેલા પ્રારંભિક પરીક્ષણોના તારણો જાહેર કર્યા, જે મુજબ રસી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.