ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે મળેલી ગુજરાત કેબિનેટની મીટિંગમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યની કેબિનેટમાં ખેડૂતો વિશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક પછી આર.સી.ફળદુએ કહ્યું કે અતિવૃષ્ટિવાળા વિસ્તારોનો સર્વે કરીશું. પાકનો નાશ અને જમીન ધોવાયાની રાજ્ય સરકારને ફરિયાદો મળી છે.
રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાનની આજે કેબિનેટમાં ચર્ચા થઈ છે. રાજ્ય સરકારે મહેસૂલ વિભાગને સર્વેની કામગીરી સોંપી દીધી છે. ખેડૂતોને SDRFના નિયમના આધારે વળતર આપવાનું સરકારે નક્કી કર્યું છે.
જો જરૂર જણાશે તો રાજ્ય સરકાર નુકસાનીને લઈને વિશેષ પેકેજ જાહેર કરશે. રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાની આપવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તીડ જોવા મળ્યા છે જેનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે.