વોટ્સએપ ભારત સહિત દુનિયાભરમાં અંદાજે 2 કલાક બંધ રહ્યા પછી ફરી શરૂ થયું છે. વોટ્સએપ પર મુશ્કેલી શરૂ થયા પછી વોટ્સએપ વપરાશકર્તાઓ આ એપનો ઉપયોગ ઘણા સમય સુધી કરી શક્યા ન હતા. ભારતીય સમય પ્રમાણે રાત્રે 1 વાગ્યાથી વોટ્સએપ બંધ થયું હતું જે રાત્રે 3 વાગ્યા સુધી બંધ રહ્યું હતું. વપરાશકર્તાઓની સૌથી મોટી ફરિયાદ એ હતી કે તે વોટ્સએપ પર કનેક્ટ જ નથી થઈ રહ્યા. કેટલાકે એવી પણ ફરિયાદ કરી હતી કે તેમને મેસેજ સેન્ડ કરવામાં અને રિસીવ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
આ એપને ટ્રેક કરવાવાળા WABetainfoના કહેવા મુજબ દુનિયાભરમાં વોટ્સએપ વપરાશકર્તાઓને વોટ્સએપ સર્વર ડાઉન થવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જાણવા મળ્યું છે કે વોટ્સએપમાં મુશ્કેલી આવ્યા પછી કેટલાક વપરાશકર્તાઓ લોગઈન જ કરી શકતા ન હતા.
ડાઉનડિરેક્ટર દ્વારા જણાયું છે કે બીજા દેશોની સરખામણીમાં અમેરિકા, બ્રિટન અને દક્ષિણ અમેરિકાના વપરાશકર્તાઓને સૌથી વધુ અસર થઈ હતી. જો કે હાલમાં તો વોટ્સએપ એકદમ બરાબર ચાલી રહ્યું છે.
આવું પહેલી વખત નથી થયું કે વોટ્સએપ દુનિયાભરમાં ઠપ્પ થયું હોય. આ પહેલા પણ એપ્રિલમાં પણ આવી ઘટના બની હતી. જ્યારે મેસેંજરે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આટલું જ નહીં ફેસબુક અને ઈંસ્ટાગ્રામને પણ આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
આ સિવાય વર્ષની શરૂઆતમાં એક મોટું વોટ્સએપમાં મુશ્કેલી આવી હતી જે લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. વોટ્સએપે ગ્લોબલ આઉટેઝ માટે માફી પણ માંગી હતી. પરંતું વોટ્સએપના આ આઉટેઝના કારણને લઈને કોઈ જાણકારી શેર કરી ન હતીં.