ઠંડીના મોસમમાં વાળની સંભાળ રાખવી એક વિશેષ જરૂરિયાત છે. અને શિયાળો શરુ થઇ ગયો છે અને એવામાંવાળની ખાસ સંભાળ લેવી પડે છે. જો બદલતાં વાતાવરણમાં વાળની કાળજી ન લેવામાં આવે તો વાળ રુક્ષ થઈ જાય છે. આવું ન થાય તે માટે શું કરવું એ સવાલ દરેક ને સતાવતો હોય છે. તો આજે અમે નિષ્ણાંતોએ આપેલી કેટલીક હેર કેરની ટીપ્સ માહિતી આપીશું જેનાથી તમે તમારા વાળને રુક્ષ થતા અટકાવી શકશો.
જરૂરી ટીપ્સ:
૧. શિયાળામાં વાળનું ટ્રિમિંગ કરાવવું એ એક સારો વિકલ્પ છે. શિયાળાની કકળતી ઠંડી તમારા વાળને રુક્ષ અને ડલ બનાવી શકે છે તેનાથી વાળ ખરવાની સમસ્યા વધે છે. તેથી જરૂર મુજબ વાળનું ટ્રિમિંગ ભૂલ્યા વગર કરાવી લેવું જરૂરી છે.
2. શિયાળામાં અઠવાડિયામાં એકવાર ગરમ તેલથી વાળમાં મસાજ કરવી.આમાં જો તેલ નાળિયેરનું હોય તો એ સૌથી ઉત્તમ રહેશે. જણાવી દઈએ કે વાળના મૂળમાં ગરમ તેલથી માલિશ કરવાથી વાળમાં રક્તસંચાર વધે છે અને વાળ મુલાયમ અને ચમકદાર બને છે.
3. શિયાળામાં રોજ વાળમાં શેમ્પૂ કરવાનું ટાળવું જોઈએ. કેમકે નિષ્ણાંતો માનવું છે કે રોજ વાળ ધોવાથી સ્કેલ્પના નેચરલ ઓઈલ નષ્ટ થઈ જાય છે.
૪. શિયાળામાં વાળને મુલાયમ બનાવવા માટે કંડિશ્નરનો ઉપયોગ જરુંર કરવો. કંડિશ્નર વિના વાળ રુક્ષ થઈ જશે.
૫. બજારમાં અનેક પ્રકારની મહેંદી મળતી હોય છે જેને તમે લોખંડના વાસણમાં કોફી, આંબળાનો પાઉડર વગેરે મિક્સ કરી મહેંદીમાં પલાળી વાળમાં લગાવો. ઓછામાં ઓછી બે કલાક સુધી મહેંદી વાળમાં લગાવી રાખો.
૬. શિયાળામાં મોટા ભાગે ખોડાની ફરિયાદ રહે છે આ માટે વાળમાં લીંબુનો રસ અથવા ચણાનો લોટ મિક્સ કરી લગાવો અને ૧૫ મિનિટ પછી તેને ધોઇ લો. આનાથી ખોડો તો દૂર થશે જ સાથે વાળ પણ ચમકદાર અને મુલાયમ બનશે.