અમેરિકામાં કોરોનાના કહેરની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ઼ ટ્રમ્પે સોમવારે કહ્યું કે અમેરિકા દુનિયામાં સોથી વધારે COVID-19 ટેસ્ટિંગ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. જે રુસ, ચીન, ભારત અને બ્રાઝીલ જેવા મોટા દેશોની સરખાણીમાં ઘણુ સારુ છે. તેમણે ભાર મુક્યો કે .’દુનિયામાં કોરોના વાયરસથી થનારા મોતમાં ‘અમેરિકામાં મૃત્યદર ઓછો છે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ગોળમેજી બેઠક દરમિયાન કહ્યું કે ,‘આપણે એ દેશોમાં છીએ જ્યાં મૃત્યુદર સૌથી ઓછો છે. ’અમેરિકામાં અત્યાર સુધીમાં 34 લાખથી વધારે લોકો કોરોનાગ્રસ્ત છે તેમજ 1.37 લાખ લોકોના મોત નિપજ્યા છે. અન્ય દેશોની સરખાણીએ તે સૌથી વધારે છે.
ટ્રમ્પ સરકાર મોટા પાયે ટેસ્ટિંગ અભિયાન ચલાવી રહ્યું છે. જેને કારણે અન્ય દેશોની સરખાણીએ અહીં કેસ વધારે છે. તેમણે કહ્યું કે‘અમે અત્યાર સુધીમાં અન્ય દેશોની વધારે ટેસ્ટ કર્યા છે. તમે જ્યારે કેસ કરો છો તો નવા કેસ સામે આવે જ છે. એટલા માટે આપણે ત્યાં કોરોનાના કેસ વધારે સામે આવ્યા છે. હું તમને જણાવવા માંગુ છુ કે કેટલાક દેશો છે જે ફક્ત ત્યારે ટેસ્ટ કરે છે જ્યારે બીમાર વ્યક્તિ હોસ્પિટલ જાય છે અથવા ડૉક્ટરનીપાસે જાય છે. તેઓ આ રીતે ટેસ્ટિંગ કરી રહ્યા છે માટે ત્યાં કેસ નથી. આ બે ધારી તલવાર છે.’
ટ્રમ્પે કહ્યું કે ‘આપણી પાસે સૌથી સારા અને નિશ્ચિત રુપથી દુનિયામાં સૌથી મોટું પરિક્ષણ કાર્યક્રમ છે. જો તમને ચીન અથવા રુસ અથવા કોઈ મોટા દેશની વાત કરો અથવા ભારતનું જઉદાહરણ લઈ લો તો જો આ રીતે આપણી જેમ ટેસ્ટિંગ કરે તો ત્યાં આશ્ચર્યજનક આંકડા હશે. બ્રાઝિલમાં પણ. બ્રાઝિલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે પણ તેણે એવી રીતે ટેસ્ટિંગ નથી કર્યુ જે રીતે આપણે કરી રહ્યા છીએ.