ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. તો ચાલો જાણી લો રેસિપી.
સામગ્રી
- 250 ગામ જાંબુ
- 2 ચમચી દળેલી ખાંડ
- 1/2 લીંબુ નો રસ
- 1 ચમચી સંચળ
બનાવવાની રીત
સૌથી પહેલાં જે ગ્લાસમાં જાંબુનો જ્યૂસ કાઢવાનો હોય તેની કિનારીને પાણીમાં ડીપ કરી પછી એક પ્લેટમાં સંચળ અને લીબુંનો રસ મિક્સ કરી તેના પર ઉંધો ગ્લાસ કરી તેની કિનારી પર લગાવી દો. હવે સૌથી પહેલાં જાંબુને ધોઈને તેના ઠળિયા કાઢી લો. પછી તેને મિક્સરમાં લઈને તેમાં એક વાટકી આઈસ ક્યૂબ નાખો પછી તેમાં ખાંડ અને સંચળ નાખીને બ્લેન્ડ કરો. પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખીને ફરી બ્લેન્ડ કરી લો. બસ તૈયાર છે જાંબુ શોટ્સ સર્વ કરવા માટે. ઘરમાં સૌને પડી જશે મજા. એક વાતનું ધ્યાન રાખવું કે જાંબુના જ્યૂસમાં વધુ પાણી ઉમેરવું નહીં અને તેને થોડું થિક રાખવું.