જ્યારે તમને કડકડતી ભૂખ લાગી હોય અને ફટાફટ કંઈક બની જાય તેવું બનાવવા માગતા હો ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન રહે છે. બુંદી ભેળની રેસિપી પણ કંઈક આવી જ છે. જેમાં તમારે વધારે માથાકૂટ કરવાની તેમજ ગેસ ચાલુ કરવાની પણ જરૂર પડતી નથી. તો ચાલે બુંદી ભેળ બનાવવાની રેસિપી.
Contents
સામગ્રી
- 2 કપ તીખી બુંદી
- 3 ચમચી બારીક સમારેલી ડુંગળી
- 3 ચમચી બારીક સમારેલી કાકડી
- 1 ચમચી લીંબૂનો રસ
- 1/4 કપ કોર્નફ્લેક્સ
- 3 ચમચી બારીક સમારેલા ટામેટા
- 1/2 ચમચી ચાટ મસાલો
- સ્વાદાનુંસાર મીઠું
બનાવવાની રીત
એક મોટો બાઉલ લો. તેમાં બુંદી અને કોર્નફ્લેક્સ મિક્સ કરો. હવે તેમાં સમારેલી ડુંગળી, સમારેલી કાકડી અને સમારેલા ટામેટા ઉમેરો અને ચમચાની મદદથી હળવા હાથે મિક્સ કરી લો.હવે આ મિશ્રણમાં મીઠું અને ચાટ મસાલો સ્પ્રિન્કલ કરો. ઉપરથી લીંબૂનો રસ પણ ઉમેરીને ફરીથી મિક્સ કરી લો. તો લો તૈયાર છે બુંદી ભેળ. તેને તરત જ સર્વિંગ પ્લેટમાં લઈને