વજન વધવાના ડરથી તમે દરેક વસ્તુઓ ખાઇ શકતા નથી તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમે તમારા માટે એક એવા સૂપની રેસીપી લઇને આવ્યા છીએ. જે પીવાથી તમારું વજન ઝડપથી ઓછું થઇ જશે સાથે તે શિયાળામાં તમે ગરમા ગરમ આ સૂપ પીશો તો ઠંડી પણ દૂર થશે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય હેલ્ધી સૂપ..
સામગ્રી:
- 3 નંગ – ટામેટા (સમારેલા)
- 3 નંગ – ગાજર
- ૧ નંગ – કોબીજ
- ૬ નંગ – લીલી ડુંગળી
- ૧/2 કપ – બીન્સ (ફણસી)
- મીઠું સ્વાદાનુસાર
- કાળામળી સ્વાદાનુસાર
- પાણી ૨ કપ
રીત:
ઉપરની બધી સામગ્રી સમજી લીધી તો ચાલો જોઈએ સૂપ બનાવવાની રીત.
સૌ પ્રથમ તો દરેક શાકને નાના ટૂકડામાં કાપી લો.
ત્યારબાદ આ શાકના ટુકડામાં મસાલા ઉમેરીને તેને બરાબર મિક્સ કરીને એક વાસણમાં મૂકી દો.
હવે તેજ આંચ પર દરેક શાક અને 2 કપ પાણી ઉમેરીને તેને ઉકાળી લો.
આ પછી ધીમી આંચ કરીને શાકને ચઢવા દો. હવે આંચ બંધ કરી સૂપ ઠંડુ થાય એટલે બાઉલમાં નીકાળીને પીઓ.
નોંધ: આ સૂપ પીતા પહેલા બ્રેડ, પાસ્તા કે કોઇપણ ફ્રાય કરેલી વસ્તુઓ ખાવી જોઈએ નહિ.