કોરોના વાયરસને ફેલાતો અટકાવવા મહારાષ્ટ્રના પુણે, પિંપરી-ચિંચવાડ તથા જિલ્લાના કેટલાક અન્ય વિસ્તારોમાં 13 જુલાઈ મધરાતથી 10 દિવસનું લોકડાઉન લાદવામાં આવશે.
આજે મધરાતથી લાગુ થનારા લોકડાઉન પહેલા આજે લોકો માર્કેટમાં સોશિયલ ડિસ્ટેંસિંગના લીરેલીરા ઉડાવીને શાકભાજી તથા અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા ટોળે વળ્યા હતા.
એક અધિકારીના જણાવ્યા મુજબ, પુણે, પિંપરી-ચિંચવાજ અને અન્ય કેટલાક જિલ્લામાં 13 જુલાઈ મધરાતથી લોકડાઉન લાદવામાં આવશે. જે 23 જુલાઈ સુધી રહેશે. ડેપ્યુટી સીએમ અને જિલા સંરક્ષક મંત્રી અજીત પવારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
18 જુલાઈ સુધી લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે અને માત્ર દૂધ, દવાની દુકાન તથા ક્લીનિક ખોલવાની મંજૂરી આપવામાં આવશે.જિલ્લા અધિકારી નવલ કિશોર રામના કહેવા મુજબ, વાયરસની ચેનને તોડવા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.