નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન કંપનીઓને એવા યાત્રીઓને યાત્રા કરવાની પરવાનગી આપવા માટે કહ્યુ છે, જેઓ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં એવું જણાવે છેકે, તેઓ યાત્રાની તારીખ પહેલાં ત્રણ સપ્તાહની અવધિમાં તેઓ કોવિડ પોઝીટીવ આવ્યા નથી. અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને એ જાણકારી આપી હતીકે, ભારતમાં મોટી સંખ્યામાં એવાં લોકો છે, જે આ ઘાતક વાયરસનાં સંક્રમણમાંથી સાજા થઈ ચૂક્યા છે.
એવામાં તેમની પરેશાનીને ઘટાડવા માટે સેલ્ફ ડેક્લેરેશન ફોર્મને અપડેટ કરવાની જરૂર જણાઈ હતી. એટલા માટે થોડા સમય પહેલાં સરકારે એરલાઈન કંપનીઓને કહ્યુ છેકે, યાત્રીઓએ હવે જાતે જ કહેવું પડશે કે, યાત્રાની તારીખનાં ત્રણ મહિના પહેલાં તેઓ કોવિડ-19 પોઝીટીવ હતા કે નહી.
આ અગાઉ 21 મેના રોજ સરકારે પ્રવાસની મુસાફરી પહેલાં તમામ મુસાફરો માટે ફરજિયાત કરી દીધું હતું કે તેઓ મુસાફરીની તારીખ પહેલાના બે મહિનાના સમયગાળા દરમિયાન કોવિડ -19 પોઝીટીવ રહ્યા નથી. અધિકારીઓએ કહ્યું, “જે લોકો કોવિડ-19માંથી સાજા થયા છે અને ત્રણ અઠવાડિયાનો આઈસોલેશનનો સમય પુરો કર્યો છે. તેઓએ કોવિડ -19 રિકવરી અથવા હોસ્પિટલમાંથી મળેલાં કોવિડ-ડિસ્ચાર્જ સર્ટિફિકેટ બતાવીને મુસાફરી કરી શકે છે.”
ભારતમાં કોરોનાનો અત્યાર સુધીમાં 8.2 લાખ લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 5.15 લાખ લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. આનો અર્થ એ થયો કે દેશનો રિકવરી રેટ 63 ટકાની આસપાસ છે. દેશમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 22,000 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે બે મહિનાના વિરામ બાદ ભારતે 25 મેથી સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન ફરી શરૂ કર્યું હતું. સૂચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ હજી પણ સ્થગિત છે.