રેલ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે સંકેત આપ્યા કે મુંબઇ અને અમદાવાદ વચ્ચે મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નાણાકીય પહેલુંની સમીક્ષા કરવામાં આવી રહી છે. કારણ કે કોવિડ-19 મહામારી બાદ ખર્ચ પર નિયંત્રણ લાવવું પડશે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, રેલવે આ પ્રોજેક્ટ માટે કટિબદ્ધ છે અને અમે આ માટે યોજનાઓ અને ખર્ચને અંતિમ સ્વરૂપ આપવાના સ્તરે છીએ.
તેમણે કહ્યું કે નિશ્ચિત રૂપથી કોવિડ-19 મહામારીએ બુલેટ ટ્રેનનાં સંબંધમાં આપણી મહત્વકાંક્ષાઓને થોડી પ્રભાવિત કરી છે અને આપણે કોરોનાના બાદની દુનિયામાં પ્રોજેક્ટો પર પણ વિચારી રહ્યા છીએ અને તેમા ખર્ચમાં કાપ પણ છે.
સૂત્રોએ જણાવ્યું કે, પ્રોજેક્ટનો ખર્ચ ઓછો કરવા માટે ભારતની ઉચ્ચસ્તરિય એન્જીનિયરિંહગ કૌશલવાળી કંપનીઓની મદદ લેવા માટે જાપાન સાથે વાતચીત ચાલી રહી છે. ગોયલે આગળ કહ્યું કે સરકાર ખનન, બેંકિંગ અને પૂંજી બજાર જેવા વિભિન્ન ક્ષેત્રોમાં ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે નવા નીતિગત સુધારો પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર ઘરેલૂ મંજૂરી અને નોકરશાહી પ્રક્રિયાને સરળ બનાવવા પર વિચાર કરી રહી છે જેથી ઉદ્યોગ માટે કામકાજ કરવું સરળ બની રહે.
તમને જણાવી દઇએ કે 14 સપ્ટેમ્બર 2017નાં રોજ PM મોદી અને જાપાનનાં PM શિન્જો એબેનાં હસ્તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, મદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે અમદાવાદનાં સાબરમતી રેલવે એથ્લેટિક ગ્રાઉન્ડમાં 3 માળનું બિલ્ડીંગ તૈયાર કરાશે. દાંડી કૂચની થીમ પર બનનાર આ બુલેટ સ્ટેશનને સાબરમતી જેલ રોડ અને ધર્મનગર સ્ટેશન તેમજ મેટ્રો સ્ટેશનને એસ્કેલેટરથી જોડશે. રૂપિયા 250 કરોડના ખર્ચે બનનારા આ સ્ટેશનમાં 1500થી વધારે વાહનો પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે.
અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની શરૂ થનારી સેવા માટે 35 બુલેટ ટ્રેન રોજ દોડાવામાં આવશે. દર 20 મિનીટે દોડનારી આ 35 બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે રોજ અંદાજે 70 ફેરા કરશે. જેમાં રોજિંદા 40 હજાર લોકો મુસાફરી કરે તેવી શક્યતા હાલ સેવવામાં આવી છે.