કટાર લેખક નગીનદાસ સંઘવીનું નિધન થયું છે. સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. 100 વર્ષની ઉંમરે નગિનદાસનું નિધન થયું છે. કટાર લેખક નગીનદાસ સંઘવીને 26મી જાન્યુઆરીએ પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, મોટા ભાગનું જીવન મુંબઇ ખાતે પસાર કરનાર 100 વર્ષના નગીનદાસ સંઘવી છેલ્લા મહિનાઓથી ઘોડદોડ રોડ વિસ્તારમાં દીકરીના ઘરે રહેતા હતાં.
નગીનદાસ સંઘવી વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હતાં તેમજ તેમની કોલમ ‘તડ ને ફડ’ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસતા આવ્યા હતાં. એમના પુસ્તકો ગુજરાતી સહિત અંગ્રેજીમાં પણ પ્રકાશિત થયાં છે. એમના ગીતા, રામાયણ અને મહાભારતના પ્રવચન પણ લોકપ્રિય છે.
આપને જણાવી દઇએ કે, નગીનદાસ સંઘવીનો જન્મ વર્ષ 1920માં થયો હતો. દેશ આઝાદ થયો ત્યારે વર્ષ 1947માં તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. મુંબઈની જાણીતી કૉલેજોમાં આશરે ત્રણ દાયકા સુધી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવનારા નગીનદાસ સંઘવીએ નિવૃતી બાદ વિવિધ સામયિકો અને જર્નલોમાં લખવાની શરૂઆત કરી હતી.
70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં આ એવોર્ડમાં જાણીતા કટાર લેખક નગીનદાસ સંઘવીને શિક્ષણ અને પત્રકારત્વ માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો