વાતાવરણમાં ઠંડક હોય એટલે દરેક વ્યક્તિને ગરમાગરમ અને તીખા તમતમતા ભજીયા કે પકોડા ખાવાની ઈચ્છા થાય. આવું તમારી સાથે પણ થતું હશે. ભજીયા તો દરેક ઘરમાં બનતા હોય છે. કોઈને બટાકાના ભજીયા ભાવે તો કોઈને મેથીના. કોઈને ડાકોરના લોટના ભજીયા ભાવે તો કોઈને પટ્ટી મરચાના. પરંતુ આજે અમે તમને એક અલગ પ્રકારના પકોડા કે ભજીયા શીખવવાના છે અને તેનું નામ છે પૌંઆ પકોડા. આ વાનગી એવી છે જે દરેકને ભાવશે. તો ચાલો જોઈ લો રેસિપી.
સામગ્રી
- 1/2 કપ બાફેલા બટાકા
- 1/2 કપ બાફેલા વટાણા
- 2 ચમચી દહીં
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 1 ચમચી મરચાની પેસ્ટ
- 1 કપ પૌંઆ
- 1/2 ચમચી ગરમ મસાલો
- ચપટી હળદર
- સ્વાદાનુંસાર મીઠું
- 1/2 ચમચી લાલ મરચું પાઉડર
- 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
- 1 ચમચી સમારેલી કોથમીર
- 1 કપ બ્રેડ ક્રમ્સ/ ટોસ્ટનો ભૂક્કો
- તળવા માટે તેલ
બનાવવાની રીત
એક મોટા બાઉલમાં બાફેલા બટાકા લો અને તેને મેશ એટલે કે છુંદી લો. હવે તેમાં બાફેલા વટાણા, દહીં, આદુ-લસણની પેસ્ટ, મરચાની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર તેમજ સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.
એક બાઉલમાં પાણી લો.
તેમાં પૌંઆને નાખીને તરત જ કાઢી લો અને તેને પેપર પર સૂકવીને થોડા કોરા કરી લો. આ પૌંઆને બટાકામાંથી બનાવેલા મિશ્રણમાં ઉમેરીને મિક્સ કરી લો. હવે, આ મિશ્રણમાંથી નાના-નાના બોલ્સ બનાવી લો. આ બોલ્સને બ્રેડ ક્રમ્સ અથવા ટોસ્ટના ભૂક્કામાં રગદોળી દો.