દેશ અને રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કહેરને લઈને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર હવે યૂપીમાં ફક્ત 5 દિવસ જ કાર્યાલય અને બજાર ખુલ્લા રહેશે. સોમથી શુક્રવાર સુધી ઓફિસ અને બજાર ખોલી શકાશે જ્યારે શનિવાર અને રવિવારે અહીં રજા રહેશે.
ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે રાતથી સોમવાર સવારે 5 વાગ્યા સુધી અહીં 55 કલાકનું લૉકડાઉન લાગૂ કરાયું છે. આ નિયમ આવનારા સમયમાં પણ ચાલુ રહેશે. બે દિવસ દરમિયાન આવશ્યક તમામ સેવાઓ ચાલુ રહેશે તેમ જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની ટીમ-11ની સાથે કોરોનાને લઈને સમીક્ષા બેઠક કરી હતી અને તેમાં આ વાત પર સહમતિ બની હતી. આજે થયેલી બેઠકમાં આ વાતને લઈને ચર્ચા થઈ કે અનલૉક બાદ કેસ વધી રહ્યા છે. આ પછી નિર્ણય કરાયો કે હવેથી અઠવાડિયામાં 5 દિવસ જ ઓફિસ અને બજારો ખોલી શકાશે. આ સિવાય શહેરી અને ગ્રામીણ હાટ અને અન્ય સંસ્થાઓ પણ બંધ રહેશે. આવશ્યક સેવાઓ અને વસ્તુઓ ચાલુ રહેશે.
સરકારે અત્યારે 55 કલાકનું લૉકડાઉન લાગૂ કર્યું છે. સોમવારથી ફરી બધું અનલૉક થશે. સરકારની ઈચ્છા છે કે આ 55 કલાકના લૉકડાઉનથી સંક્રમણની અસર ઘટે. જો સંક્રમિત દર્દીઓમાં ઘટાડો થશે તો આ વ્યવસ્થા આગળ પણ તાત્કાલિક રીતે ચાલુ રાખવામાં આવશે.
ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1403 કેસ આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 35092 પહોંચી છે. તો 913 લોકોના મોચ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 11490 છે. ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા 22689 પહોંચી છે.