આજકાલ ડિજિલોકર એપ ખૂબ જ ચર્ચામાં છે. CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને SMS મોકલીને પોતાની માર્કશીટ માટે ડિજિલોકર મોબાઇલ એપ ડાઉનલોડ કરવા રહ્યું છે. ડિજિલોકરથી ડિજિટલ માર્કશીટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ વેબસાઇટ ડિજિલોકર.gov.in પર જવાનું છે.
જો કે આ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓ તેને ડાઉનલોડ કરવા ન માગતા હોય તે તેને ડિજિલોકર.gov.in પર લૉગ ઇન કરીને પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.
ડિજિલોકર એક પ્રકારનું વર્ચુઅલ લૉકર છે, જેને જુલાઇ 2015માં લૉન્ચ કરવામાં આવી હતી. ડિજિલોકરમાં ખાતુ ખોલવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવુ જરૂરી છે. ડિજિલોકરમાં તમે તમારુ પેન કાર્ડ, વોટર આઇડી, પાસપોર્ટ અથવા કોઇ અન્ય મહત્વનાં ડોક્યુમેન્ટ રાખી શકો છો.
આ રીતે બનાવો ડિજિલોકર પર એકાઉન્ટ
ડિજિલોકર પર એકાઉન્ટ બનાવવા માટે સૌપ્રથમ ડિજિલોકર.gov.in અથવા digitallocker.gov.in પર જાઓ. તે બાદ રાઇટ સાઇડ પર sign up પર ક્લિક કરો. તે બાદ એક નવુ પેજ ખુલશે. જ્યાં તમારો મોબાઇલ નંબર નાંખો. ડિજિલોકર તમારા દ્વારા રજીસ્ટર કરવામાં આવેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલશે જેને તમારે એન્ટર કરવો પડશે. તે બાદ યુઝર નેમ અને પાસવર્ડ સેટ કરો. તે બાદ તમે ડિજિલોકરને યુઝ કરી શકો છો.
આ રીતે કરો ડોક્યુમેન્ટ સેવ
ડિજિલોકરમાં તમે તમારા ડોક્યુમેન્ટ સેવા કરવા માગતા હોવ તો સૌપ્રથમ તમારે તે ડોક્યુમેન્ટ્સને સ્કેમ કરવા પડશે. તમે તે ડોક્યુમેન્ટના ફોટો પણ ક્લિક કરી શકો છો અને તમે તે તમામ ડોક્યુમેન્ટ્સને ડિજિલોકરમાં સેવ કરી શકો છો. ડોક્યુમેન્ટ વિશે તમે સંક્ષિપ્તમાં વિગતો પણ લખી શકો છો. જેથી તમને ફાયદો થશે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે ડિજિલોકરમાં તમે તમારી ધોરણ-10 અને 12, ગ્રેજ્યુએશનની માર્કશીટ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ સહિત અનેક ડોક્યુમેન્ટ્સ સેવ કરી શકો છો. જણાવી દઇએ કે અહીં 50MBના ડોક્યુમેન્ટ્સ જ અપલોડ કરી શકો છો.