ગલવાન ઘાટીની ઘટના બાદ ચીની વસ્તુઓના બહિષ્કારનું આંદોલન ઝડપી થતા મોદી સરકારે ચીની એપથી સાઈબર અટેકનો ખતરો છે ના કારણ હઠળ 59 એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. જેનો ફાયદો ભારતની એપને થઈ રહ્યો છે. ચીનની સૌથી લોકપ્રિય એપ ટીકટોક પરના પ્રતિબંધથી તેની ભારતની કોમ્પિટિટર એપને ફાયદો થયો છે. ભારતમાં હવે Mitron, Trell, RheoTV, Aiisma, Loco અને Roosterને ન ફક્ત યુઝર્સ મળી રહ્યા છે બલ્કે એકથી વધીને એક ટેલેન્ટ પણ મળી રહ્યા છે.
ચીની એપના બંધ થવાની ભારતીય એપને બજાર મળ્યું છે. જેને પગલે ભારતીય કંપનીઓએ સારી સેલરી સાથે નવા કર્મચારીઓની ભરતી ચાલુ કરી છે. કોરોના છતા કેટલીક કંપનીઓ આ નાણાકીય વર્ષ પુરુ થતા પહેલા તેના કર્મચારીઓ બે ગણા કરી દેવાની ફિરાકમાં છે.
જ્યારથી ચીની એપ બંધ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં ગેમ સ્ટ્રીમિંગ એપ Rheo TVનું ડાઉનલોડ વધીને બે ગણુ થયું છે. Rheo TV ના ફાઉન્ડર સક્ષમ કેસરી કહે છે કે આનુ કારણ ચીની એપ પરનો પ્રતિબંધ તો છે જ સાથે સાથે કોરોના પણ છે. કેમ કે બધા જ લોકો ઘરમાં બંધ હતા. એપનો સુંદર ઉપયોગ કરી રહ્યા હતા. વીડિયો એપ Trellના કો ફાઉન્ડર પુલકિત અગ્રવાલ કહે છે કે વર્ષના અંત સુધીમાં પોતાની ટીમની સાઈઝ 100 સુધી કરવાનો પ્લાન છે. તેમની પાસે 200 રેજ્યુમ પહેલાથી જ છે.
લોન્ગ હાઉસ કંસલ્ટિંગના મેનેજર પાર્ટનર અંશુમાન દાસ કહે છે કે ભારતીય એપ કંપનીઓ સાથેની વાતચીત ચાલુ છે. મિડ સિનિયર પોસ્ટ માટે 60-70 લાખનું પેકેજ આપવામાં આવી રહ્યું છે. Rooster લગભગ 10 એન્જિનિયર હાયર કરવાનું વિચારી રહ્યા છે. જેની ઓછામાં ઓછી સેલેરી 15-18 લાખ રુપિયા હશે.