પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ ‘મન કી બાત’ કરશે. આકાશવાળીથી પ્રસારિત થનારા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશવાસીઓ પાસે સૂચનો માંગ્યા છે. પીએમ મોદીએ શનિવારે સવારે ટ્વીટ કર્યુ કે આને લઈને હું એ બાબતે સંપૂર્ણ કોન્ફિડન્ટ છું કે તમે એ વાતથી અવગત હશો કે નાની નાની પ્રેરણાના સામુહિક પ્રયાસો કેવી રીતે હકારાત્મક પરિવર્તન લાવે છે.’
પીએમ મોદીએ કહ્યું કે તમે નિશ્ચિત રીતે એવી પહેલો વિશે જાણતા હશો જેનાથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હોય. કૃપા કરીને આ મહિનાની 26 જુલાઈના રોજ પ્રસારિત થનારી મન કી બાત માટે તમારા સૂચનો શેર કરો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે ‘મન કી બાત’ માટે દેશ તરફથી સુચનો કેટલાય માધ્યમો દ્વારા આપી શકાય છે. દેશના લોકો 1800117800 પર પોતાના મંતવ્યો મોકલી શકે છે. આ ઉપરાંત ‘નમો એપ’ પર પણ તમારા વિચારો શેર કરી શકો છો.
મન કી બાતના માધ્યમથી પીએમ હંમેશા દેશ વાસીઓ સાથે વાતચીત કરતા આવ્યા છે. જોકે આ વખતે તેમણે મન કી બાત માટે દેશવાસીઓ પાસે સૂચનો માંગ્યા છે. જેને લઈને જોવાનું કહ્યું કે તેમને કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારના સૂચનો મળશે.