ડાયમન્ડ સીટી સુરતમાં હીરા પ્રત્યે સુરતીઓનો લગાવ કંઈક અલગ જ છે. કોરોનાની મહામારીમાં પણ શુરતીઓ ફેશન અને સ્ટાઈલને નથી ભૂલ્યા. હિરાજડીત માસ્ક તમારી આંખોમાં ઘડીક તો ચમક અવશ્ય લાવી દેશે. કોરોના વાયરસ મહામારી અને સોનાના વધેલા ભાવને લીધે જ્વેલરી બિઝનેસ 20 ટકા ઘટ્યો છે. ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સે આવા અનોખા આઈડિયાનો ઉપયોગ કરવો પડે છે. પૂનામાં સોનાનું માસ્ક વાયરલ થયા બાદ હાલ આ હીરાજડિત માસ્કની ડિમાન્ડ વધી રહી છે.
સુરતમાત્ર કેટલાક એવા લોકો પણ છે. જે આવા કપરા સમયમાં પણ લક્ઝરી શોધી રહ્યાં છે. થોડા સમય પહેલા જ પૂનાના એક વ્યક્તિનો સોનાથી મઢેલા માસ્ક પહેરેલો હોવાના સમાચારે ચર્ચા જગાવી હતી, ત્યારે હવે સુરતમાંથી હિરાજડિત માસ્કનું વેચાણ થઈ રહ્યું છે. આ માસ્કની કિંમત 1.5 લાખથી 4 લાખ રૂપિયા સુધીની છે.
આ અંગે હિરાજડિત માસ્કનું વેચાણ કરતાં જ્વેલરી શૉપના ઓનરનું કહેવું છે કે, “કોરોનાના કારણે લાગૂ કરવામાં આવેલ લૉકડાઉન સમાપ્ત થયા બાદ માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આથી અમે વિવિધ આકાર અને રંગવાળા માસ્ક હીરા જડીને અલગ પ્રકારના સ્કેચ તૈયાર કરાવ્યા. જે હાલ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
સુરતમાં આવા ડિઝાઈનર માસ્ક બનાવનાર જ્વેલર્સ જણાવે છે કે, થ્રી લેયર અને N95 માસ્ક હીરા જડવા માટે શ્રેષ્ઠ છે. અમે માસ્ક પર હીરાથી ડિઝાઈન બનાવીને તેને શણગારીએ છીએ. પહેલા અમે માસ્ક પર સોનાની પાતળી કાસ્કિટ ફિટ કરીએ છીએ અને પછી તેમાં હીરા લગાવીએ છીએ. સિન્થેટિક ડાયમંડના માસ્ક એકથી દોઢ લાખમાં વેચાય છે જ્યારે રિયલ ડામંડના માસ્ક 4.5 લાખ રૂપિયામાં વેચાય છે. ગ્રાહકોના બજેટના આધારે દરેક માસ્કમાં 150થી 400 હીરા લગાવીએ છીએ.
અન્ય એક જ્વેલર્સ જણાવે છે કે, ગ્રાહકોને ખુશ રાખવા માટે નવી-નવી ડિઝાઈનો બનાવતા રહેવું પડકારજનક છે. તેમણે કહ્યું, “N95 માસ્ક પર હીરા જડવા સૌથી અઘરા છે. હીરા લગાવતી વખતે ખાસ તકેદારી રાખવામાં આવે છે, જેથી માસ્ક ધોઈને ફરીથી ઉપયોગમાં લેવાય ત્યારે કોઈ નુકસાન ના થાય.” લેબમાં તૈયાર કરેલા ડાયમંડ ફેસ માસ્ક ડિઝાઈન કરવામાં ઉપયોગમાં લેવાથી સસ્તા પડે છે. “આ ડાયમંડ અસલી હીરા કરતાં 60% સસ્તા છે. આ માસ્ક 60,000થી 1 લાખ રૂપિયામાં વેચાય છે