છેલ્લા દિવસોમાં ભારત સરકારે ડેટા પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને કુલ 59 ચીની એપ્લીકેશન પર ભારતમાં પાબંદી લગાવી દીધી હતી. આ એપ્લીકેશનમાં CamScanner અને ટિકટોક જેવી ઘણી પ્રખ્યાત એપ્લીકેશન સામે છે. આ એપ્લીકેશન પર બેન પણ હજુ ચાલુ જ છે.
CamScanner જેવી એપ પર બને લાગવાના કારણે ભારતમાં ઘણા યૂઝર્સને થોડી સમસ્યા પણ થઈ રહી છે. આ વચ્ચે આવા યૂઝર્સ માટે એક સારા સમાચાર એ છે કે, CamScannerથી મળતી આવતી ભારતીય એપ Bharat Scanner ને લોન્ચ કરી દેવામાં આવી છે. Bharat Scanner એપનો વપરાશ કરી યૂઝર્સ ડૉક્યૂમેટ્સને સ્કેન કરી શકે છે. સાથે જ તેને PDF માં કન્વર્ટ પણ કરી શકે છે. જેમાં ઘણા પ્રકારના ફિલ્ટર્સ પણ સામેલ છે.
ભારત સ્કેનરની વેબસાઈટમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, તેમા તમારો ડેટા ઘણો સુરક્ષિત છે. આ એપ્લીકેશન તમારો ડેટા તમારા ફોનમાં જ રાખે છે. સાથે જ તેમાં ઓટો એજ ક્રોપિંગ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
ભારત સ્કેનર એપ બિલકુલ ફ્રી છે અને તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવી શકે છે. ભારત સ્કેનરની વેબસાઈટમાં તેને કેમસ્કેનર ટ્રૂ અલ્ટરનેટિવ જણાવ્યુ છે. સાથે જ તેમાં એ પણ લખ્યુ છે કે, આ એપ BITS Pilani અને IIM બેંગલુરુના જૂના વિદ્યાર્થઈઓએ મળીને તૈયાર કરી છે. તેમની પાસે 10 વર્ષથી વધારેનો ઈંડસ્ટ્રીનો એક્સપીરિયંસ પણ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે જે 59 એપ્લીકેશનને બેન કરી છે, તેમાં ઘણી પોપ્યુલર એપ પણ સામેલ છે. આ એપ્સમાં TikTok, CamScanner, Shein, Clash Of Kings, UC Browser, Club Factory, NewsDog, Beauty Plus, We Chat અને UC News પણ છે.