જિયો અને વોડાફોનને ટક્કર આપવા ભારતી એરટેલએ તેના 99 રૂપિયા, 129 રૂપિયા અને 199 રૂપિયાના પ્લાન્સને વધુ સર્કલમાં લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ પ્લાન્સ ભારતના કેટલાક અન્ય સર્કલમાં પણ ઉપલબ્ધ થશે. આ બધાં પ્લાન્સ પહેલાં સિલેક્ટેડ સર્કલમાં જ ઉપલબ્ધ હતા. એરટેલના આ પ્લાન સસ્તા હોવાની સાથે વધુ સુવિધાઓ પણ આપે છે. ચાલો જાણીએ.
એરટેલના 99 રૂપિયાના પ્લાનમાં 1 જીબી ડેટા, અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ કોઈ પણ નેટવર્ક પર મળે છે. આ સિવાય આમાં યુઝર્સને રોજ 100 એસએમએસ મળે છે. સાથે જ આ પ્લાનની વેલિડિટી પણ 24 દિવસની છે. પ્લાનમાં યુઝર્સને Airtel Xstream, Wynk Music અને Zee5 Premiumનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
એરટેલના 129 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં યુઝરને કુલ 300 એસએમએસ મળે છે. આ સિવાય યુઝરને 99 રૂપિયાના પ્લાનના તમામ બેનિફિટ્સ આ પ્લાનમાં મળે છે. જેમાં 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ પણ સામેલ છે.
એરટેલના 199 રૂપિયાના પ્લાનમાં પણ 24 દિવસની વેલિડિટી છે. આ પ્લાનમાં યુઝરને રોજ 1 જીબી ડેટા મળે છે એટલે કે કુલ 24 જીબી ડેટા મળે છે. રોજના 100 એસએમએમ, ફ્રી હેલ્લો ટ્યૂન્સ Airtel Xstream, Wynk Music અને Zee5 Premiumનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.