ગુજરાતમાં આગામી 3 દિવસ માટે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદીની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈથી 9 જુલાઈ સુધી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 11 જુલાઈ સુધી વરસાદની આગાહી છે પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે.
ગુજરાતમાં આજે એટલે કે, 7 જુલાઈ, 8 જુલાઈ અને 9 જુલાઇ સુધી ધોધમાર વરસાદ થશે જેમાં 9મી જુલાઈથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 5 દિવસ વરસાદ થશે પણ 3 દિવસ તોફાની વરસાદ થશે.
માછીમારો માટે આગામી 3 દિવસ હવામાન વિભાગ દ્વારા વોર્નિંગ આપી દેવામાં આવી છે. 3 દિવસ તેમને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદમાં તોફાની પવન અને વિજળીની ગાજેવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.